SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનાં વચનામૃત ४७ પૂર્વકનો અતિસૂક્ષ્મ અંશ પણ વિદ્યમાન હોય ત્યાં સુધી પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. ૧૫૧. આત્માને ઓળખી સ્વરૂપ રમણતાની પ્રાપ્તિ કરવી તે જ પ્રાયશ્ચિત્ત છે. ૧૫ર. રાજાના દરબારમાં જવું હોય તો ફરતી ટહેલ નાખે, પછી એક વાર અંદર ઘૂસી જાય; તેમ સ્વરૂપ માટે દેવશાસ્ત્રગુરુની સમીપતા રાખી અંદર જવાનું શીખે તો એક વાર નિજ ઘર જોઈ લે. ૧૫૩. જેને જેની રુચિ હોય તેને તે જ ગમે, બીજાં ડખલરૂપ લાગે. જેને આ સમજવાની રુચિ હોય તેને બીજાં ન ગમે. “કાલ કરીશ, કાલ કરીશ” એવા વાયદા ન હોય. અંદર ગડમથલ ચાલ્યા જ કરે અને એમ થાય કે મારે હમણાં જ કરવું છે. ૧૫૪. જેણે ભેદજ્ઞાનની વિશેષતા કરી છે તેને ગમે તેવા પરિષહમાં આત્મા જ વિશેષ લાગે છે. ૧૫૫. કરવાનું તો એક જ છે-પરથી એકત્વ તોડવું. Please inform us of any errors on rajesh@atmadharma.com
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy