________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૭૩
૧૭૩
મહિમા છે. ૪૩૧.
પ્રશ્ન:- આજે વીરનિર્વાણદિનપ્રસંગે કૃપા કરી બે શબ્દ કહો.
ઉત્તર:- શ્રી મહાવીર તીર્થાધિનાથ આત્માના પૂર્ણ અલૌકિક આનંદમાં અને કેવળજ્ઞાનમાં પરિણમતા હતા. આજે તેમણે સિદ્ધદશા પ્રાપ્ત કરી. ચૈતન્યશરીરી ભગવાન આજે પૂર્ણ અકંપ થઈને અયોગીપદને પામ્યા, ચૈતન્યગાળો છૂટો પડી ગયો, પોતે પૂર્ણ ચિતૂપ થઈ ચૈતન્યબિંબરૂપે સિદ્ધાલયમાં બિરાજી ગયા, હવે સદાય સમાધિસુખાદિ અનંત ગુણોમાં પરિણમ્યા કરશે. આજે ભરતક્ષેત્રમાંથી ત્રિલોકીનાથ ચાલ્યા ગયા, તીર્થંકરભગવાનનો વિયોગ થયો, વીરપ્રભુના આજે વિરહુ પડ્યા. ઇન્દ્રોએ ઉપરથી ઊતરીને આજ નિર્વાણ-મહોત્સવ ઊજવ્યો. દેવોએ ઊજવેલો તે નિર્વાણ કલ્યાણક-મહોત્સવ કેવો દિવ્ય હશે ! તેને અનુસરીને હુજા પણ લોકો દર વર્ષે દિવાળી દિને દીપમાળા પ્રગટાવીને દીપોત્સવીમહોત્સવ ઊજવે છે.
આજે વીરપ્રભુ મોક્ષ પધાર્યા. ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તરત જ અંતરમાં ઊંડા ઊતરી ગયા અને વીતરાગદશા પ્રાપ્ત કરી કેવળજ્ઞાનને પામ્યા.
Please inform us of any errors on rajesh@atmadharma.com