________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૧
તે બધાને પણ પૂરું જાણે છે. જ્ઞાનશક્તિ અદ્દભુત છે. ૪૧૩.
કોઈ પોતે ચક્રવર્તી રાજા હોવા છતાં, પોતાની પાસે ઋદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં, બહાર ભીખ માગે, તેમ તું પોતે ત્રણ લોકનો નાથ હોવા છતાં, તારી પાસે અનંત ગુણરૂપ ઋદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં, “પર પદાર્થ મને કંઈક જ્ઞાન દેજ, મને સુખ દેજો” એમ ભીખ માગ્યા કરે છે! “મને ધનમાંથી સુખ મળજે, મને શરીરમાંથી સુખ મળજો, મને શુભ કાર્યોમાંથી સુખ મળજે, મને શુભ પરિણામમાંથી સુખ મળજો' એમ તું ભીખ માગ્યા કરે. છે! પણ બહારથી કંઈ મળતું નથી. ઊંડાણથી જ્ઞાયકપણાનો અભ્યાસ કરવામાં આવે તો અંદરથી જ બધું મળે છે. જેમ ભોંયરામાં જઈ યોગ્ય ચાવી વડે પટારાનું તાળું ખોલવામાં આવે તો નિધાન મળે અને દારિદ્ર ફીટે, તેમ ઊંડાણમાં જઈ જ્ઞાયકના અભ્યાસરૂપ ચાવીથી ભ્રાંતિરૂપ તાળું ખોલી નાખવામાં આવે તો અનંત ગુણરૂપ નિધાન પ્રાપ્ત થાય અને માગણવૃત્તિ મટે. ૪૧૪.
Please inform us of any errors on rajesh@atmadharma.com