________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૫૫
૧૫૫
–સાથે સાથે મનુષ્યક્ષેત્રે વર્તતા વિદ્યમાન તીર્થંકરભગવંતોને જુદા યાદ કરીને સૌને ભેગા તેમ જ પ્રત્યેકપ્રત્યેકને હું વંદન કરું છું” એમ કહીને અતિ ભક્તિભીના ચિત્તે આચાર્યભગવાન નમી પડ્યા છે. આવા ભક્તિના ભાવ મુનિને-સાધકને-આવ્યા વિના રહેતા નથી. ચિત્તમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ ઊછળે ત્યારે, મુનિ આદિ સાધકને ભગવાનનું નામ આવતાં પણ રોમેરોમ ખડા થઈ જાય છે. આવા ભક્તિ આદિના શુભભાવ આવે ત્યારે પણ મુનિરાજને ધ્રુવ જ્ઞાયકતત્વ જ મુખ્ય રહે છે તેથી શુદ્ધાત્માશ્રિત ઉગ્ર સમાધિરૂપ પરિણમન વર્યા જ કરે છે અને શુભ ભાવ તો ઉપર ઉપર તરે છે તથા સ્વભાવથી વિપરીતપણે વેદાય છે. ૪૦૭.
અહો ! સિદ્ધભગવાનની અનંત શાંતિ! અહો ! તેમનો અપરિમિત આનંદ! સાધકના સહેજ નિવૃત્ત પરિણામમાં પણ અપૂર્વ શીતળતા લાગે છે તો જે સર્વ વિભાવપરિણામથી સર્વથા નિવૃત્ત થયા છે એવા સિદ્ધભગવાનને પ્રગટેલી શાંતિની તો શી વાત ! તેમને તો જાણે શાંતિનો સાગર ઊછળી રહ્યો હોય એવી અમાપ શાંતિ હોય છે; જાણે આનંદનો સમુદ્ર હિલોળા લઈ રહ્યો હોય એવો અપાર આનંદ હોય છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com