________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૪૬
બહેનશ્રીનાં વચનામૃત
વિશેષ વિશેષ સમાધિસુખ પ્રગટાવવાને તેઓ ઉત્સુક છે. મુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે મુનિ સકળવિકળ કેવળજ્ઞાનદર્શનના લોલુપ” છે. “ક્યારે સ્વરૂપમાં એવી જમાવટ થાય કે શ્રેણી ઊપડીને વીતરાગદશા પ્રગટે? કયારે એવો અવસર આવે કે સ્વરૂપમાં ઉગ્ર રમણતા જામે અને આત્માનું પરિપૂર્ણ સ્વભાવજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થાય? કયારે એવું પરમ ધ્યાન જાણે કે આત્મા શાશ્વતપણે આત્મસ્વભાવમાં જ રહી જાય?” આવી મુનિરાજને ભાવના વર્તે છે. આત્માના આશ્રયે એકાગ્રતા કરતાં કરતાં તેઓ કેવળજ્ઞાનની સમીપ જઈ રહ્યા છે. ઘણી શાંતિ વેદાય છે. કષાયો ઘણા મંદ પડી ગયા છે. કદાચિત્ કાંઈક ઋદ્ધિ-ચમત્કાર પણ પ્રગટતાં જાય છે, પણ તેમનું તે પ્રત્યે દુર્લક્ષ છે: “અમારે આ ચમત્કાર નથી જોઈતા. અમારે તો પૂર્ણ ચૈતન્યચમત્કાર જોઈએ છે. તેના સાધનરૂપે, એવું ધ્યાન–એવી નિર્વિકલ્પતા –એવી સમાધિ જોઈએ છે કે જેના પરિણામે અસંખ્ય પ્રદેશ દરેક ગુણ તેની પરિપૂર્ણ પર્યાયે પ્રગટ થાય, ચૈતન્યનો પૂર્ણ વિલાસ પ્રગટે.' –આ ભાવનાને આત્મામાં અત્યંત લીનતા વડ મુનિરાજ સફળ કરે છે. ૩૯૦.
Please inform us of any errors on rajesh@atmadharma.com