________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૩૧
આગળ એક શુદ્ધાત્મદ્રવ્ય જ રહે છે. ૩૬૬,
જિનેન્દ્રભગવાનની વાણીમાં અતિશયતા છે, તેમાં અનંત રહસ્ય હોય છે, તે વાણી દ્વારા ઘણા જીવો માર્ગ પામે છે. આમ હોવા છતાં આખું ચૈતન્યતત્ત્વ તે વાણીમાં પણ આવતું નથી. ચૈતન્યતત્ત્વ અદ્ભુત, અનુપમ ને અવર્ણનીય છે. તે સ્વાનુભવમાં જ ખરું ઓળખાય છે. ૩૬૭.
પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, ઉત્તમ કુળ અને સત્ય ધર્મનું શ્રવણ ઉત્તરોત્તર દુર્લભ છે. આવા સાતિશય જ્ઞાનધારી ગુરુદેવ અને તેમની પુરુષાર્થપ્રેરક વાણીના શ્રવણનો યોગ અનંત કાળે મહાપુણ્યોદયે પ્રાપ્ત થાય છે. માટે પ્રમાદ છોડી પુરુષાર્થ કર. બધો સુયોગ મળી ગયો છે. તેનો લાભ લઈ લે. સાવધાન થઈ શુદ્ધાત્માને ઓળખી ભવભ્રમણનો નિવેડો લાવ. ૩૬૮.
ચૈતન્યતત્ત્વને પુદ્ગલાત્મક શરીર નથી, નથી. ચૈતન્યતત્ત્વને ભવનો પરિચય નથી, નથી. ચૈતન્યતત્ત્વને શુભાશુભ પરિણતિ નથી, નથી. તેમાં શરીરનો, ભવનો, શુભાશુભ ભાવનો સંન્યાસ છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com