________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૬)
વહેલાં-આત્માર્થપોષક વચનો લિપિબદ્ધ થાય તો ઘણા મુમુક્ષુ જીવોને મહાન આત્મલાભનું કારણ થાય, એવી ઉત્કટ ભાવના ઘણા સમયથી સમાજનાં ઘણા ભાઈ-બહેનોને વર્તતી હતી. એ શુભ ભાવનાને સાકાર કરવામાં, કેટલાંક બ્રહ્મચારિણી બહેનોએ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પ્રવચનધારામાંથી પોતાને ખાસ લાભ થાય એવાં વચનામૃતની જે નોંધ કરેલી તે ઉપયોગી થઈ છે. તે નોંધમાંથી આ અમૂલ્ય વચનામૃતસંગ્રહ તૈયાર થયો છે. જેમની નોંધ અત્રે ઉપયોગી થઈ છે તે બહેનો અભિનંદનીય છે.
પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી વહેલી પ્રવચનધારામાંથી ઝિલાયેલાં અમૃતબિંદુઓના આ લઘુ સંગ્રહની તાત્ત્વિક વસ્તુ અતિ
ઉચ્ચ કોટિની છે. તેમાં આત્માર્થપ્રે૨ક અનેક વિષયો આવી ગયા છે. કયાંય ન ગમે તો આત્મામાં ગમાડ; આત્માની લગની લાગે તો જરૂર માર્ગ હાથ આવે; જ્ઞાનીની સહજ પરિણતિ; અશરણ સંસારમાં વીતરાગ દેવ-ગુરુ-ધર્મનું જ શરણ; સ્વભાવપ્રાપ્તિ માટે યથાર્થ ભૂમિકાનું સ્વરૂપ; મોક્ષમાર્ગમાં પ્રારંભથી માંડી પૂર્ણતા સુધી પુરુષાર્થની જ મહત્તા; દ્રવ્યદષ્ટિ અને સ્વાનુભૂતિનું સ્વરૂપ તથા તેનો ચમત્કારિક મહિમા ગુરુભક્તિનો તથા ગુરુદેવની ભવાન્તકારિણી વાણીનો અદ્દભુત મહિમા; મુનિદશાનું અંતરંગ સ્વરૂપ તથા તેનો મહિમા; નિર્વિકલ્પદશા-ધ્યાનનું સ્વરૂપ; કેવળજ્ઞાનનો મહિમા; શુદ્ધાશુદ્ધ સમસ્ત પર્યાયો વિરહિત સામાન્ય વ્યસ્વભાવ તે દૃષ્ટિનો વિષય; જ્ઞાનીને ભક્તિ-શાસ્ત્રસ્વાધ્યાય આદિ પ્રસંગોમાં જ્ઞાતૃત્વધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે; અખંડ પરથી દૃષ્ટિ છૂટી જાય તો સાધકપણું જ ન રહે; શુદ્ધ શાશ્વત ચૈતન્યતત્ત્વના આશ્રયરૂપ સ્વવશપણાથી શાશ્વત સુખ પ્રગટ થાય છે;–વગેરે વિવિધ અનેક વિષયોનું સાદી છતાં અસરકારક સચોટ ભાષામાં સુંદર નિરૂપણ થયું છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com