________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૯
જેમની સેવામાં તત્પર રહેતા લોકો જેમને ભગવાન કહીને આદરતા-એવા ઉત્કૃષ્ટ પુણ્યના ધણી બધી બાહ્ય ઋદ્ધિને છોડી, ઉપસર્ગ-પરિષહોની દરકાર કર્યા વિના, આત્માનું ધ્યાન કરવા વનમાં ચાલી નીકળ્યા, તો તેમને આત્મા સર્વથી મહિમાવંત, સર્વથી વિશેષ આશ્ચર્યકારી લાગ્યો હશે અને બહારનું બધું તુચ્છ લાગ્યું હશે ત્યારે જ ચાલી નીકળ્યા હશે ને? માટે, હે જીવ! તું આવા આશ્ચર્યકારી આત્માનો મહિમા લાવી, તારા પોતાથી તેની ઓળખાણ કરી, તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કર. તું સ્થિરતાઅપેક્ષાએ બધું બહારનું ન છોડી શકે તો શ્રદ્ધા-અપેક્ષાએ તો છોડ! છોડવાથી તારું કાંઈ ચાલ્યું નહિ જાય, ઊલટાનો પરમ પદાર્થ-આત્મા-પ્રાપ્ત થશે. ૩૪૯.
જીવોને જ્ઞાન ને ક્રિયાના સ્વરૂપની ખબર નથી અને “પોતે જ્ઞાન તેમ જ ક્રિયા બને કરે છે એમ ભ્રમણા સેવે છે. બાહ્ય જ્ઞાનને, ભંગભેદનાં પલાખાને, ધારણાજ્ઞાનને તેઓ “જ્ઞાન” માને છે અને પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગને, શરીરાદિની ક્રિયાને, અથવા બહુ તો શુભભાવને, તેઓ “ક્રિયા” કહ્યું છે. “મને આટલું આવડે છે, હું આવી આકરી ક્રિયાઓ કરું છું” એમ તેઓ ખોટી હૂંફમાં રહે છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com