SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૧) બહેનશ્રીનાં વચનામૃત દેવલોકમાં ઊંચી જાતનાં રત્નો અને મહેલો હોય તેથી આત્માને શું? કર્મભૂમિના મનુષ્યો રાંધી ખાય ત્યાં પણ આકુળતા અને દેવોને અમી ઝરે ત્યાં પણ આકુળતા જ છે. છ ખંડને સાધનારા ચક્રવર્તીના રાજ્યમાં પણ આકુળતા છે. અંતરની ઋદ્ધિ ન પ્રગટે, શાંતિ ન પ્રગટે, તો બહારની ઋદ્ધિ અને વૈભવ શી શાંતિ આપે? ૩ર૭. મુનિદશાની શી વાત! મુનિઓ તો પ્રમત્તઅપ્રમત્તપણામાં સદા ઝૂલનારા છે! તેમને તો સર્વગુણસંપન્ન કહી શકાય! ૩૨૮. મુનિરાજ વારંવાર નિર્વિકલ્પપણે ચૈતન્યનગરમાં પ્રવેશી અભુત ઋદ્ધિને અનુભવે છે. તે દશામાં, અનંત ગુણોથી ભરપૂર ચૈતન્યદેવ ભિન્નભિન્ન પ્રકારના ચમત્કારિક પર્યાયરૂપ તરંગોમાં અને આશ્ચર્યકારી આનંદતરંગોમાં ડોલે છે. મુનિરાજ તેમ જ સમ્યગ્દષ્ટિ જીવનું આ સ્વસંવેદન કોઈ જાદુ જ છે, વચનાતીત છે. ત્યાં શૂન્યતા નથી, જાગૃતપણે અલૌકિક ઋદ્ધિનું અત્યંત સ્પષ્ટ વેદન છે. તું ત્યાં જા, તને ચૈતન્યદેવનાં દર્શન થશે. ૩ર૯. Please inform us of any errors on rajesh@atmadharma.com
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy