________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૪)
જેમનાં તત્ત્વ૨સપૂર્ણ વચનામૃતોનો આ સંગ્રહ છે તે પૂજ્ય
બહેનશ્રી ચંપાબેનની આધ્યાત્મિક પ્રતિભાનો સંક્ષિપ્ત ઉલ્લેખ અત્રે આપવો ઉચિત લેખાશે. તેમને લઘુ વયમાં જ પૂજ્ય ગુરુદેવશ્રીની શુદ્ધાત્મસ્પર્શી વજવાણીના શ્રવણનું ૫૨મ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેનાથી તેમને સમ્યક્ત્વ-આરાધનાના પૂર્વસંસ્કાર પુનઃ સાકાર થયા. તેમણે તત્ત્વમંથનના અંતર્મુખ ઉગ્ર પુરુષાર્થથી ૧૮ વર્ષની બાળાવયે નિજ શુદ્ધાત્મદેવના સાક્ષાત્કારને પામી નિર્મળ સ્વાનુભૂતિ પ્રાપ્ત કરી. દિનોદિન વૃદ્ધિંગત ધારાએ વર્તતી તે વિમળ અનુભૂતિથી સદા પવિત્ર વર્તતું તેમનું જીવન, પૂજ્ય ગુરુદેવશ્રીની માંગલિક પ્રબળ પ્રભાવનાછાયામાં, મુમુક્ષુઓને પવિત્ર જીવનની પ્રેરણા આપી રહ્યું છે.
પૂજ્ય બહેનશ્રીની સ્વાનુભૂતિજન્ય પવિત્રતાની છાપ પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં સર્વપ્રથમ ત્યારે ઊઠી કે જ્યારે સં. ૧૯૮૯ માં રાજકોટ મધ્યે તેમને જાણ થઈ કે બહેનશ્રીને સમ્યગ્દર્શન તથા તજ્જન્ય નિર્વિકલ્પ આત્માનુભૂતિ પ્રાપ્ત થઈ છે; જાણ થતાં તેમણે અધ્યાત્મવિષયક ઊંડા કસોટીપ્રશ્ન પૂછી બરાબર પરીક્ષા કરી; અને પરિણામે પૂજ્ય ગુરુદેવે સહર્ષ સ્વીકાર કરી પ્રમોદ વ્યક્ત કરતાં કહ્યું : ‘ બેન ! તમારી દષ્ટિ અને નિર્મળ અનુભૂતિ યથાર્થ છે.’
અસંગ આત્મદશાના પ્રેમી પૂજ્ય બહેનશ્રીને કદી પણ લૌકિક વ્યવહારના પ્રસંગોમાં રસ પડયો જ નથી. તેમનું અંતધ્યેયલક્ષી જીવન સત્ત્રવણ, સ્વાધ્યાય, મંથન અને આત્મધ્યાનથી સમૃદ્ધ છે. આત્મધ્યાનમયી વિમળ અનુભૂતિમાંથી ઉપયોગ બહાર આવતાં એક વાર (સં. ૧૯૯૩ ના ચૈત્ર વદ આઠમના દિને) તેમને ઉપયોગની સ્વચ્છતામાં ભવાંતરો સંબંધી સહજ સ્પષ્ટ જાતિસ્મરણજ્ઞાન થયું. ધર્મ વિષેના ઘણા પ્રકારોની સ્પષ્ટતાનો-સત્યતાનો વાસ્તવિક બોધ આપનારું તેમનું તે સાતિશય સ્મરણજ્ઞાન આત્મશુદ્ધિની સાથોસાથ ક્રમશ: વધતું ગયું, જેની પુનિત
Please inform us of any errors on rajesh@atmadharma.com