________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મસિદ્ધિશાસ્ત્રની ભાષા સરળ હોવા છતાં તેના ભાવો ઘણા ગંભીર છે. તેથી જો કોઈ જ્ઞાનીપુરુષ દ્વારા તેના વિસ્તૃત અર્થો થાય તો તેના સૂક્ષ્મ ભાવો પ્રગટ થઈ મુમુક્ષુને વિશેષ વિશેષ લાભરૂપ નીવડે. મુમુક્ષુઓના પુણ્યોદયે આવો યોગ વિ. સં. ૧૯૯૫ માં બન્યો. તે વર્ષના ચાતુર્માસમાં, વીતરાગદેવના પરમ ભક્ત, વીતરાગ દર્શનના રહસ્યશ, સ્વરૂપાનુભવી, સંસારનો અંત જેમને અતિ નિકટવર્તે છે, અપૂર્વ જેમનો વાચનયોગ છે, આશ્ચર્યકારક જેમનો પ્રભાવના ઉદય છે, અનેક વર્ષોથી અધ્યાત્મનો ધોધ વહેવડાવી કાઠિયાવાડમાં ભવછેદક જ્ઞાનનો જેઓ પ્રચૂર પ્રચાર કરી રહ્યા છે, તે પરમપૂજ્ય પરમ ઉપકારી, બાળબ્રહ્મચારી, અધ્યાત્મજ્ઞાની શ્રી કાનજીસ્વામીની રાજકોટમાં સ્થિતિ હતી. ત્યાં તેઓશ્રીને કેટલાક ભાઈઓ તરફથી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચન કરવાની વિનંતી થતાં તેઓશ્રીએ કૃપા કરીને તે વિનંતી સ્વીકારી. એ રીતે આત્મસિદ્ધિશાસ્ત્ર પર અપૂર્વ પ્રવચનોનો આરંભ થયો.
સદ્ગુરુદેવના શ્રીમુખેથી દરરોજ સવારે એક કલાક તે અમૃતપ્રવાહ વહેતો. આત્મસિદ્ધિની કડીએ કડીનાં પડેપડ ખોલી ખોલીને તેમાં રહેલા સૂક્ષ્મ ગંભીર આશયોને સદ્ગુરુદેવ અલૌકિક રીતે વ્યક્ત કરતા. દરેક વિષયને અનેક પડખેથી છણીને, અનેક દાંતો અને અનુભવગર્ભિત ન્યાયો આપીને તેનો પરમાર્થ અત્યંત અત્યંત સ્કુટ કરતા. જીવને કેવા ભાવ રહે ત્યારે આત્માનું અસ્તિત્વ માન્યું કહેવાય, કેવા ભાવ રહે ત્યારે આત્માનું નિત્યત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ, મોક્ષ, મોક્ષનો ઉપાય માન્યાં કહેવાય, કેવા કેવા ભાવ રહે ત્યારે સમ્યગ્દર્શન, સમદર્શિતા આદિ થયાં કહેવાય-વગેરે બાબતો મનુષ્યના જીવન-વ્યવહારમાં બનતા પ્રસંગોના દાખલા આપીને ગુરુદેવ એવી સ્પષ્ટ કરતા કે મુમુક્ષુને તે તે વિષયનું સ્પષ્ટ સૂક્ષ્મ જ્ઞાન થઈ અપૂર્વ અર્થો દૃષ્ટિગોચર થાય અને અધૂરી સ્થિતિમાં સંતોષ નહિ માનતાં તે વિશેષ વિશેષ પુરુષાર્થ કરવા પ્રેરાય. આ રીતે, આત્મસિદ્ધિમાં રહેલો જે શાસ્ત્રોનો નિષ્કર્ષ તેને અનેક પ્રકારે વિકસાવીને–વિસ્તારીને, તેમાં રહેલા ગહન ભાવોને સોંસરી ઊતરી જાય એવી અસરકારક ભાષામાં સ્પષ્ટ સમજાવીને પરમ પૂજ્ય સદ્ગુરુદેવે અપાર ઉપકાર કર્યો, શ્રીમદે દોરેલી મોક્ષમાર્ગની સુંદર રૂપરેખામાં સગુરુદેવે અલૌકિક રંગ પૂર્યા. આત્મસિદ્ધિમાં શ્રીમદે રોપેલા અધ્યાત્મજ્ઞાનનાં બીજ ૪૩ વર્ષે વૃક્ષરૂપે પાંગર્યાં.
“પરમ કૃપાળુ સદ્ગુરુદેવના મુખથી ઝરેલું આ અમૃત જો પુસ્તકારૂઢ થાય તો મુમુક્ષુ જીવોને કેવું મહાલાભનું કારણ થાય! જોકે અનુભવના જોરપૂર્વક નીકળતી હૃદયભાવથી ભિંજાયેલી સદ્ગુરુદેવની વાણી પ્રત્યક્ષ શ્રોતાને જેવી અપૂર્વ ચમત્કૃતિભરી અસર કરે છે તેવી અસર પુસ્તકારૂઢ વાણીની ન થાય, તો પણ પ્રત્યક્ષ સત્સમા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com