________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨]
શ્રી અનુભવ પ્રકાશ પર. નાતિ - જો નાસ્તિગુણ ન હોય તો શરીરાદિ જડનું હોવાપણું આત્મામાં થઈ જાત, પણ એમ બનતું નથી. પરરૂપે નહિ હોવાનો ગુણ આત્મામાં સદાય છે.
૫૩. સાકાર :- જો સાકાર ગુણ ન હોય તો આત્માના ક્ષેત્રની પહોળાઈ અથવા અવગાહનું ક્ષેત્ર ન હોત. આત્મા શરીરપ્રમાણે સાકાર છે.
૫૪. નિરાકાર :- પરનો આકાર આત્મામાં નથી. શરીર, કર્મનો આકાર આત્મામાં નથી, માટે આત્મા નિરાકાર છે. જો તે ગુણ ન હોય તો પરનો આકાર ધારી આત્મા પરરૂપ થઈ જાત ને સ્વનો આકાર રહેત નહિ, પણ એમ બનતું નથી.
૫૫. અચલ :- જો આ ગુણ ન હોય તો આત્મા સદાય ચલ રહ્યા કરે-પણ એમ બનતું નથી અચલ ગુણને લીધે આત્મા સદાય અચલ છે.
પ૬. ઊર્ધ્વગમન :- આત્મામાં ઊર્ધ્વગમન સ્વભાવ છે, તેથી સિદ્ધદશા થતાં એક જ સમયમાં લોકાગ્રે પહોંચી જાય છે. પરમાણુ ઉપર ગયા પછી નીચે આવે પણ સિદ્ધો નીચે આવતા નથી. જીવમાં ઊર્ધ્વગમનસ્વભાવ ત્રિકાળ છે, પણ પરમાનંદદશા થતાં ઊંચે જાય છે. જેમ અગ્નિની શિખા તથા ધૂમાડો ઊંચે જાય છે તેમ સિદ્ધ ઉપર જાય છે.
ચૌદ બ્રહ્માંડની ઉપર સિદ્ધ ભગવાન બિરાજે છે, માટે તેમનું ઉચ્ચપદ પીછાની શકાય છે. ઊર્ધ્વગમન સ્વભાવની ઉચ્ચતા પોતાને લીધે છે, તેમાં ઉચ્ચતા છે તો જ્ઞાન જાણે છે-એમ નથી તથા જ્ઞાનને લીધે તેની ઉચ્ચતા નથી, ઉચ્ચતા ઊર્ધ્વગમન સ્વભાવના કારણે છે.
આત્મામાં આવા અનંતા ગુણો છે. ધર્મનો કરનાર આવા વિશેષણો વિચારી આત્માની શ્રદ્ધા કરે છે ને અનુભવ કરે છે.
હવે પોતાનું જ્ઞાન કેવી રીતે થાય છે તે કહીએ છીએ. આત્માને અનુભવવો હોય તેણે શું કરવું? પ્રથમ આત્મા સિવાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com