________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૪]
[૩૯૩ જે મિથ્યારૂપ ધર્મ અનંત સંસાર કરે તે શાનો ધર્મ? સર્વજ્ઞ ભગવાને છ દ્રવ્યો કહ્યાં છે. જે શુભરાગ આવે છે તે પુણ્ય છે, તેમાં દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત છે. રાગરહિત, નિમિત્તરહિત આત્માની શ્રદ્ધા કરવી તે ધર્મ છે. પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પરપદાર્થ નથી, ને પરપદાર્થનાં ચતુષ્ટયમાં આત્માનાં ચતુષ્ટય નથી. આત્મા જ્ઞાતા છે, પોતે જ્ઞાનસ્વરૂપ છે, તેની અખંડ રુચિ કરવી, જ્ઞાન કરવું, લીનતા કરવી તે ધર્મ છે. વ્યવહારરત્નત્રય રહિત શુદ્ધોપયોગરૂપી લીનતા તે સાક્ષાત્ નિજધર્મ છે, તેનું નિમિત્તકારણ વ્યવહારરત્નત્રય છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પંચ મહાવ્રતાદિના પરિણામ તે નિમિત્તમાત્ર કારણ છે પણ વ્યવહારથી નિશ્ચય થાય છે એવો એનો અર્થ નથી. પોતે નિશ્ચય પ્રગટ કરે તો વ્યવહારને નિમિત્ત કહેવાય.
સર્વજ્ઞના દિવ્યધ્વનિ અનુસાર પખંડ આગમ રચાયેલાં છે. ભાષાનો કર્તા આત્મા નથી. ભગવાનને અક્રમ વાણી છે. સર્વજ્ઞને અભેદ એકરૂપ દશા થઈ છે, તેથી નિમિત્તરૂપે અક્રમ અનક્ષરી વાણી છે. નીચલી દશામાં રાગ ને ભેદદશા છે, તેથી નિમિત્તરૂપે ક્રમવાળી વાણી હોય છે. ભગવાનને વાણી કાઢવાનો વિકલ્પ નથી, વાણી સહજ નીકળે છે. વાણીમાં એમ આવેલ છે કે આત્મા શક્તિવાન છે, આત્મામાં સર્વજ્ઞપદ ભરેલું છે, સર્વજ્ઞપદ શરીરમાંથી, રાગમાંથી કે અલ્પજ્ઞ પર્યાયમાંથી આવતું નથી, અંતર એકરૂપ સર્વજ્ઞસ્વભાવ પડેલો છે તેમાંથી સર્વજ્ઞપણું આવે છે. ૧. વજકાય નિમિત્ત છે, તે જડ છે. તેમાંથી સર્વજ્ઞપદ આવતું
નથી, ૨. વર્તમાન રાગ ઉપાધિ છે, તેમાંથી સર્વજ્ઞપદ આવતું નથી, ૩. ક્ષયોપશમપર્યાય અધૂરી છે. તેમાંથી સર્વજ્ઞપદ આવતું નથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com