________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ તત્ત્વાર્થસૂત્રમાં રાગદ્વેષ, ગતિ આદિ ઔદયિક ભાવને સ્વતત્ત્વ કહેલ છે, કેમકે તે પરિણામ અશુદ્ધ ઉપાદાનથી જીવ પોતે કરે છે, કર્મ કરાવતું નથી. તે બતાવવા સ્વતત્ત્વ કહેલ છે. અહીં ચારે ભાવોને વિભાવભાવ કહ્યા છે, કેમકે એ ચારે પર્યાયો છે, ભેદ છે. ભેદના આશ્રયે ધર્મ થતો નથી માટે તે આદરણીય નથી, તેના આશ્રયે રાગની ઉત્પત્તિ થાય છે. પરિણામિક ચિદાનંદભાવના આશ્રયે ધર્મ થાય છે-એમ અર્થ જેમ છે. તેમ સમજવો જોઈએ.
અહીં સાધક જીવ વિચાર કરે છે કે ચૈતન્યતત્ત્વ ઉપાદેય કરી ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ કરે તો રાગદ્વેષ મટે. સાધકદશામાં ભક્તિ આદિ ભાવ થાય છે, દયા-દાનાદિ તથા પ્રભાવનાના ભાવ ઊઠે છે પણ જ્ઞાની તેને હેય સમજે છે. દષ્ટિ તો સ્વભાવસભુખ છે ને રાગને નાશ કરવાનો પ્રયત્ન છે.
સ્વ તથા પરનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ, તેથી રાગદ્વેષ મટે છે. આત્મામાં પર પદાર્થનાં ગ્રહણ-ત્યાગ નથી. આત્મા પરપદાર્થનાં ગ્રહણ ત્યાગ કરી શકે છે એમ માનવું તે જ મિથ્યાત્વ છે. પૈસા આત્મા ખર્ચે શકતો નથી. જડની પર્યાયનો આત્મા કર્તા-હુર્તા નથી. આત્મા જાણનાર છે એમ પ્રથમ પ્રતીતિ કરવાથી ધર્મ થાય છે.
જાઓ, આ ગ્રંથ શ્રી દીપચંદજી ગૃહસ્થ લખેલ છે. કેવી સરસ વાત લખી છે. આત્માના સ્વરૂપની પ્રતીતિ ને લીનતાથી મોહ-રાગ-દ્વેષ નાશ થાય છે. જ્ઞાનસ્વરૂપનો અનુભવ કરવો તે વિકાર મટવાનો ઉપાય છે તેનાથી કર્મનું આવવું અટકી જાય છે.
જ્ઞાનાનંદ છું એમ પ્રતીતિ ને લીનતા કરવાથી નિર્જરા થાય છે. અભવ્ય જીવે અજ્ઞાન તપશ્ચર્યા ઘણી કરી; બાહ્ય ક્રિયા તે કાંઈ વાસ્તવિક તપ નથી. હું જ્ઞાનસ્વભાવી છે. એવા આત્માના આશ્રયે નિર્જરા થાય છે. કર્મનું છૂટવું તે દ્રવ્યનિર્જરા છે. અશુદ્ધતાનો નાશ થવો ને શુદ્ધતાની વૃદ્ધિ થવી તે બન્નેને ભાવનિર્જરા કહે છે. તથા સંપૂર્ણ શુદ્ધતાનું પ્રગટવું તે મોક્ષ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com