________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૪]
[ શ્રી અનુભવ પ્રકાશ કલ્યાણ થઈ જશે–એમ માને છે; અને ઠેકાણે ઠેકાણે શુદ્ધ પ્રાપ્તિ માટે ભમ્યા કરે છે. તેને મચ્છ કર્યું છે કે મારું એક કામ કરો તો તમારું કામ હું કરીશ. ત્યારે તે પુરુષ બોલ્યો કે હું તમારું કામ કરીશ, સંદેહ ન કરો. ત્યારે મચ્છ કહ્યું કે દરિયામાં ઘણો કાળ કાઢયો પણ તરસ્યો છું, મને હજા સુધી પાણી મળ્યું નથી, માટે મને પાણી મેળવી આપો. મોટા માણસનું કામ છે કે તે બધાનો ઉપકાર કરે, એમ તમે મારા ઉપર ઉપકાર કરો અને મને પાણી લાવી આપો, તરસ મટાડો, એટલે હું તમને ચિદાનંદની પ્રત્યક્ષ પ્રાપ્તિ કરાવીશ. આ સાંભળીને તે પુરુષ બોલ્યો કે પાણી લાવવાનું મને ન કહો કેમકે પાણીના સમૂહમાં તો તમે રહો છો. તમો ઊંચે જુઓ છો એના બદલે દરિયા સામે જુઓ તો પાણીમાં જ તમો છો. ત્યારે મચ્છ કહ્યું કે હું પાણીમાં છું એમ તું માને છે તો તું પણ પ્રત્યક્ષ સચ્ચિદાનંદ છો. ચેતના છે તો આવો વિચાર તમે કર્યો છે. હવે તમે મને પૂછવા પણ જેના માટે તમો આવ્યો છો તે તમો પોતે જ છો, તમે પોતે ચિદાનંદ હંસ છો. હંસ જેમ દૂધ અને પાણીને જુદા પાડે છે, એમ રાગ અને વિકારથી રહિત પરમેશ્વર તમે છો, માટે સદેહને ત્યાગો અને આત્માનો જાણવા-દેખવાનો સ્વભાવ છે એને અનુભવો. પરના સંગમાં અનાદિથી હોવા છતાં આત્મા તો જેવો ને તેવો છે. રાગદ્વેષમાં એકાગ્ર થઈને ઢંકાઈ ગયો છે પણ દેખવા-જાણવાનો સ્વભાવ ગયો નથી અને પરિણમન અન્યથા નથી થયું. એટલે કે સ્વભાવરૂપ પરિણમનની યોગ્યતાનો અભાવ થયો નથી. પર્યાયમાં મલિનતા થઈ છે પણ અનાદિથી ચિદાનંદ સ્વભાવ તો એવો ને એવો છે.
એકેન્દ્રિય પણ સ્વ-પરપ્રકાશક સ્વભાવ એવો ને એવો છે, જરાયે વધ્યો-ઘટયો નથી. અનંતકાળથી સંસારદશા છે, માટે સ્વભાવ ઘટી ગયો છે એમ નથી. ઘણા કાળ પહેલાં મોક્ષ થયો છે, એનું દ્રવ્ય ઘટી ગયું છે કે વધી ગયું છે એમ નથી. માત્ર ભ્રમથી-કલ્પનાથી પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અને પરને પોતાનું માન્યું છે પણ એથી કરીને ત્રિકાળી જ્ઞાયક અખંડ ચેતનામય સ્વભાવમાં કાંઈ ફેર પડ્યો નથી, માટે એનાં શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા કરવાં એ અનુભવપ્રકાશ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com