________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ હવે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કર્મનું નિમિત્ત તો હોતું નથી. અહીં મિશ્ર અધિકાર છે, એટલે આ વાત લીધી છે કે- સમ્યગુણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પૂર્ણ છે કે અધૂરો છે એવો પ્રશ્ન કર્યો છે. એને કહે છે કે સમ્યકુગુણ ત્યાં પૂર્ણ પણ છે અને અપૂર્ણ પણ છે. એ વિવક્ષાવશ સમજવું પડશે. તેનો ખુલાસો કરે છે.
એ આવરણ તો ગયું પણ બધા ગુણો સર્વથા સમ્યક થયા નથી. આવરણ જવાથી સર્વ ગુણો સમ્યક સર્વથા ન થયા, તેથી પરમ સમ્યફ નથી. અહીં કહે છે કે ક્ષાયિક સમ્યક્ત્વ થતાં બીજા ગુણો તો પરમ સમ્યક્ નથી. પણ ક્ષાયિક સમ્યકત્વ જે પ્રગટ થયું છે તે પણ પરમ સમ્યકત્વ નથી. ક્ષાયિક સમ્યકત્વરૂપ પર્યાયમાં અશુદ્ધતા કે અપૂર્ણતા રહી નથી પણ બીજા ગુણો સર્વથા શુદ્ધ થયા નથી, માટે ક્ષાયિકને પણ પરમ સમ્યકત્વ કહેતા નથી. જ્યારે બધા ગુણો સાક્ષાત્ સર્વથા શુદ્ધ સમ્યકરૂપ થાય ત્યારે પરમ સમ્યકત્વ એવું નામ પામે છે. વિવક્ષા પ્રમાણથી કથન પ્રમાણ છે. સમ્યગ્દર્શન થયું એટલે પડિમા લેવી જ જોઈએ-એમ કોઈ કહે તો તે મિશ્રધર્મને સમજતો નથી. અહીં તો કહે છે ક્ષાયિક સમ્યકત્વ થયું હોય છતાં પણ બધા ગુણો નિર્મળ થતા નથી, માટે પરમ સમ્યકત્વ નથી; પણ તે પરમ સમ્યક્ત્વ નથી માટે ક્ષાયિક સમ્યગ્દર્શનમાં કાંઈ મલિનતા, અશુદ્ધતા કે ઉણપ છે–એમ નથી. ક્ષાયિક સમ્યગ્દર્શન તો જે નિર્મળ થયું તે થયું. આગળ ગુણસ્થાનો ચડતાં ક્ષાયિક સમકિત વધારે નિર્મળ થાય છે એમ નથી, કેમકે એમાં કાંઈ અશુદ્ધતા રહી નથી કે શુદ્ધતા વધે પણ બીજા ગુણો પૂર્ણ શુદ્ધ થયા નથી, માટે એ પરમ સમ્યકત્વ નામ પામતું નથી-એમ કહે છે.
કોઈને સમ્યગ્દર્શન થયા પછી અંતર્મુહુર્તમાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અને કોઈને સમ્યગ્દર્શન થયા પછી લાખો-કોડો વર્ષ સુધી પાંચમા ગુણસ્થાનની દશા પણ થતી નથી, કેમકે ક્ષાયિક સમ્યગ્દર્શન થયું એટલે કાંઈ બધા ગુણો શુદ્ધ થાય છે-એમ નથી. સમ્યગ્દષ્ટિને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com