________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૭]
[ ૨૯૭ ગુણનું વ્યાપવું છે, પરથી તેનું અસ્તિત્વ નથી. એમ દરેકની સ્વતંત્રતા જાણવી તે ધર્મ છે.
પર્યાય ગુણ-દ્રવ્યમાં વ્યાપે છે. ઘટપર્યાય માટીરૂપ પરમાણુના દ્રવ્ય-ગુણમાં વ્યાપે છે, કુંભારમાં નહિ. વિકાર સ્વતંત્રપણે જીવના ગુણ-દ્રવ્યમાં વ્યાપે છે, પ૨માં નહિ. એમ જાણે, પછી ક્ષણિક વિકાર સ્વભાવમાં નથી, તેથી તેને અભૂતાર્થ કહેવાય છે. આત્મા અને પુદ્દગલાદિમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનું ત્રિકાળ સ્વતંત્રપણું છે. જ્યાં દેખો ત્યાં સિદ્ધમાં કે નિગોદપર્યાયમાં તેના તેના દ્રવ્ય-ગુણનું વ્યાપવું છે. કોઈ પદાર્થની પર્યાય ૫૨માં વ્યાપે નહિ, ૫રથી ફેલાય (વ્યાપે ) નહિ.
દ્રવ્ય પોતાની પર્યાયને પણ સ્પર્શતું નથી, કેમ કે પર્યાય પર્યાયસતથી છે. એમ પ્રથમ નિરપેક્ષ પર્યાયસત સિદ્ધ કર્યા પછી પર્યાય કોની ? સામાન્ય દ્રવ્યગુણની-એમ કહેવાય. પર્યાય સત્ છે, તે દ્રવ્યગુણથી અનાલીઢ છે. જો એકમેક થઈ જાય તો તો તેની સત્તા ન રહે, માટે દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ ત્રણે અવસ્થા પદાર્થની છે.
દરેક આત્મા અને પરમાણુ આદિ પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવથી અસ્તિ છે. ગુણ-પર્યાયનો પિંડ તે દ્રવ્ય. અસંખ્યાત વગેરે પ્રદેશ સ્વઆકારે છે તે ક્ષેત્ર, વર્તમાન અવસ્થા તે કાળ, અને શક્તિરૂપ ગુણ છે તે ભાવ. તે સ્વચતુષ્ટયથી આત્મા આદિનું અસ્તિપણું છે ને પરથી નાસ્તિપણું અભાવ છે. શરીરને અગ્નિ અડી જ નથી, કેમકે ૫૨થી નાસ્તિપણાપૂર્વક સ્વચતુષ્ટયથી તેનું અસ્તિપણું છે.
-
વસ્ત્ર છોડવાં કે લેવાં તે જીવની ઇચ્છા અથવા જ્ઞાનને આધીન નથી, કેમકે દરેક પદાર્થ સર્વત્ર સર્વકાળે પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે, પરનાં ચતુષ્ટયમાં તે નથી. આ એક મહાનિયમનો નિર્ણય કરે તો ત્રણકાળ-ત્રણલોકવર્તી સર્વ પદાર્થની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com