________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૦]
[ ૨૫૫ પણ તે કોઈ ધર્મનું સાધન નથી. ધર્મનું સાધન તો અંતરમાં અંત ચૈતન્યસ્વભાવનું અવલંબન કરવું તે જ છે.
ચોથા ગુણસ્થાને રહેલા અવિરત સમ્યગ્દષ્ટિને નિર્વિકલ્પ સ્વાનુભવદશાનો કાળ અલ્પ છે. નિર્વિકલ્પ શુદ્ધોપયોગ અલ્પ કાળ-લઘુ અંતર્મુહૂર્ત જ રહે છે, અને તે અનુભવ લાંબા કાળે થાય છે. તેના કરતાં પાંચમા ગુણસ્થાનવાળા સાચા શ્રાવકને નિર્વિકલ્પ અનુભવનો કાળ વધારે છે. તેને બે કપાયો ટળી ગયા છે એટલે સ્થિરતા પણ વધી છે ને નિર્વિકલ્પ ઉપયોગનો કાળ પણ વધ્યો છે.
પ્રશ્ન:- ચોથા ગુણસ્થાનવાળો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય તો?
ઉત્તર:- તેની સાથે સંબંધ નથી. ચોથાવાળો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય ને પાંચમાં ગુણસ્થાનવાળો ક્ષયોપશમ સમકિતી હોય તોપણ તેને સ્થિરતા વધારે છે અને તેને વારંવાર નિર્વિકલ્પ ઉપયોગ થાય છે.
વળી તે પાંચમાં ગુણસ્થાનવાળા શ્રાવક કરતાં પણ સર્વવિરતિ મુનિરાજને સ્વાનુભવ દીર્ઘકાળ સુધી રહે છે. વારંવાર સાતમું ગુણસ્થાન આવ્યા જ કરે. ભોજન કાળે પણ વચમાં નિર્વિકલ્પદશા થઈ જાય. ભાવલિંગી સંતોને ધ્યાનમાં સ્વાનુભવ તેમ જ નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે.
ચોથા ગુણસ્થાને આત્માનો નિર્વિકલ્પ આનંદ પણ થોડો ને કાળ પણ થોડો, પાંચમે તેથી વિશેષ અને મુનિને તેથી પણ વિશેષ હોય છે. પંચમહાવ્રતના પરિણામ થાય છે તે પણ રાગ છે. તે રાગમાંથી પણ ખસીને અંતરની નિર્વિકલ્પદશા વધતી જાય છે.
જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ નવા નવા વિશેષ નિર્મળ પરિણામ થતાં આનંદનો અનુભવ વધતો જ જાય છે. કર્મધારાથી નીકળીને એટલે કે રાગ તોડતો અને સ્થિરતા વધારતો જેમ જેમ આગળ વધે છે તેમ તેમ આનંદ વધતો જાય છે. એ પ્રમાણે ક્ષીણમોહદશા સુધી સમજવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com