________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(પોષ વદ ૦), ગુરુ ૧૫-૧-૫૩
પ્ર. -૪૦
સ્વાનુભવદશાનો મહિમા અને વચ્ચેના
બાધકભાવનું વર્ણન. આ આત્માના અનુભવની વાત ચાલે છે. આત્મા જ્ઞાનઆનંદ વગેરે અનંત શક્તિનો પિંડ છે. તેના જ્ઞાન-દર્શનનો ઉપયોગ માં વળતાં અંદર આત્માને જાણવા-દેખવાની ક્રિયા થાય, તથા તેમાં ચારિત્રની સ્થિરતા થતાં આનંદનો અનુભવ થાય. જ્ઞાન-દર્શન સ્વમાં વ્યાપ્ય-વ્યાપક થઈને જાણે, ત્યાં રાગનું પણ જ્ઞાન થઈ જાય છે, પણ જ્ઞાન તે રાગમાં વ્યાપતું નથી. સમ્યગ્દષ્ટિને સ્વનું જાણવું, સ્વનું દેખવું ને સ્વમાં સ્થિરતા-એવા પરિણામ વડે નિજ આનંદનો સ્વાદ આવે છે. આવી નિજ સ્વાદદશાનું નામ સ્વાનુભવ છે.
આત્માની શક્તિમાં જે આનંદ ને શાંતિ છે તેનાં શ્રદ્ધા-જ્ઞાન કરીને તેમાં એકાગ્રતા વડે તે આનંદનો પ્રગટ અનુભવ થાય-તેનું નામ સ્વાનુભવ દશા છે. તે સ્વાનુભવ થતાં નિર્વિકલ્પ સમ્યકતા ઊપજે છે. અંતરમાં વસ્તુ અનંતગુણનો પિંડ છે, તે પોતે પોતામાં અંતરવ્યાપાર કરે ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે તે વસ્તુને ભૂલીને એકલા પરમાં જ્ઞાન-દર્શનનો વેપાર કરે તો તે મિથ્યા છે. સ્વાનુભવ કહો કે નિર્વિકલ્પ દશા કહો-એ એક જ છે.
પ્રશ્ન:- સ્વાનુભવ અને નિર્વિકલ્પદશા-એવાં બે જુદાં નામ કેમ પડયાં ?
ઉત્તર:- અંતરમાં સ્વસમ્મુખ અનુભવની અપેક્ષાએ તેને સ્વાનુભવ કહ્યો ને ત્યાં બુદ્ધિપૂર્વક વિકલ્પ ન રહ્યો તે અપેક્ષાએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com