________________
કહેતા ચરખ, આનદ થા બહાર શોધ
શના નિર્માતા
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨]
[ શ્રી અનુભવ પ્રકાશ સ્વાદ પામે. તેને અનુભવ કહે છે, તેને દૂર કેમ બતાવે? કસ્તૂરિયો મૃગ ગૂંટીમાં કસ્તૂરી હોવા છતાં બહાર શોધે છે, તેમ આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, આનંદ વગેરે શક્તિ છે તેને દૂર કેમ બતાવે છે? આમ કહેતાં શરમ આવતી નથી? આત્માની રુચિ છોડી પરની રુચિ કરે તે અચરજ છે. અંદર ચિદાનંદમૂર્તિ છે. તેની રુચિ કર-ભવની ભાવના ઘટાડ. પ્રથમ આ વાત સાંભળવી જોઈએ. ભવની ભાવના ઘટાડે તો ઇંદ્રિયોથી, મનથી કે વિકારથી ન જણાય એવા ને જ્ઞાનથી જણાય એવા આત્માને ઓળખે. જ્ઞાન મંત્રી છે, રાજ્યમાં મંત્રી બધાને જાણે છે, તેમ જ્ઞાનમંત્રી રાગ, નિમિત્ત તથા બધા ગુણોનો પત્તો મેળવે છે. પોતે પોતાને જાણે તો તે પોતાનું રૂપ દેખાડ્યા વિના રહે નહિ. આત્મા ચિદાનંદ છે તેનું ભજન કર તો અવિનાશી રસનો અનુભવ થાય. જેનો જશ ભવ્ય જીવો ગાય છે. પુણ્ય-પાપરહિત ચૈતન્યનાં શ્રદ્ધા-જ્ઞાન સહિત અનુભવનાં ગાણાં ગાય છે. અહો ! આત્માના આનંદ પાસે ઇંદ્રનું ઇંદ્રાસન કે ચક્રવર્તીપદ સડેલા તરણા સમાન છે-એમ ધર્મી જાણે છે. પુણ્ય-પાપના ભાવ ઉકરડા સમાન છે. લાયક પ્રાણી આત્માનાં ગાણાં ગાય છે. નિમિત્ત, સંયોગ કે વિકારાદિ છે પણ તેનાં ગાણા ગાતા નથી, નિશ્ચયપદનાં ગાણાં ગાય છે. જેનો મહિમા અપાર છે એવો ભગવાન આત્મા દેહદેવળમાં બિરાજમાન છે. તે ગાવાથી ભવનો ભાર મટે એમ છે. આ પ્રમાણે સમયસાર એટલે શુદ્ધ આત્માને અવિકારી જાણી લેવો. આત્મા વિકાર રહિત છે તે સમયસાર છે. તેને જાણી લે, જાણવામાં મજા છે.
હે જીવ! સદેવ પુરુષાર્થ કરો. આત્મસ્વરૂપની રુચિ ને અનુભવ કરો. જેથી પોતે પોતાનો દ્રોહ ન થાય. શરીરમાં, વિષયોમાં ને લક્ષ્મીમાં સુખ માને, પુણ્ય-પાપમાં સુખ માને તે દ્રોહી છે. અધૂરી દશામાં ભક્તિ તથા દયા-દાનના ભાવ તે તે કાળે આવે છે પણ તેનાથી મોક્ષમાર્ગ થશે એમ માનનાર દ્રોહી છે. પોતાના ચિદાનંદ આત્માને અવલોક.
સારો દાગીનો ઘરમાં આવે ત્યારે માણસો બરાબર જુએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com