________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૬ ]
[૨૨૭ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫ સ્વસમ્મુખ થયેલા જ્ઞાનને ભાવ શ્રુતજ્ઞાન કહેલ છે.
જે આત્મા કર્મથી બંધાયેલો નથી. કર્મથી સ્પર્શાયેલો નથી, અનન્ય છે, સામાન્ય છે તથા નિયત અને અસંયુક્ત છે-એમ જે જાણે તે જીવ જિનશાસનને દેખે છે. દ્રવ્યશ્રુત ને ભાવશ્રુતનો સાર વીતરાગતા છે. દ્રવ્યશ્રુતમાં એમ કહ્યું છે કે આત્મા તરફ વળવું તે કાર્યકારી છે ને ભાવશ્રુતજ્ઞાન પોતે વીતરાગતા છે. આમાં ચૌદ પૂર્વનો સાર આવી જાય છે. દયા-દાનાદિ પરિણામ સાર નથી. શાસ્ત્રમાં વ્યવહારની લાખ વાત હોય તોપણ વીતરાગતા જ સાર છે. તર્ક ને વિવાદ કરે તો પણ બીજો અર્થ નથી. આત્મા તરફ વલણ કરી વીતરાગતા લાવ. જેમ કોઈ જીવ દરિયામાં પડ્યો તો મોતી હાથ આવ્યાં, પણ દરિયામાં મોતી હતાં તો હાથ આવ્યાં; તેવી રીતે દ્રવ્યશ્રતમાં વીતરાગતા લખેલ છે પણ અંદરથી યથાર્થતા-વીતરાગતા ગ્રહણ કરે તો વીતરાગતા પ્રગટે છે. એ રીતે તેના અવગાહનથી ભાવકૃત થાય છે.
ખારા સમુદ્રમાં મીઠું પાણી ન મળે, તેમ ખોટાં શાસ્ત્રમાંથી વીતરાગતા ન મળે. કુશાસ્ત્રમાં ભાવશ્રુત કહ્યું નથી; ને સાચા શાસ્ત્રનું ફળ વીતરાગતા છે. રાગ કે વિકલ્પ કે ભેદથી વીતરાગતા પામે-એમ શાસ્ત્ર કહ્યું નથી ને જે એમ કહે તે સાચાં શાસ્ત્ર નથી. તેનાથી ભાવશ્રુતજ્ઞાન પ્રગટે એમ બને નહિ. માટે દ્રવ્યશ્રુતનું સમ્યક અવગાહન સાધક છે ને ભાવશ્રુત સાધ્ય છે.
(૪૨) “સ્વસમ્મુખ એવું ભાવશ્રુતજ્ઞાન સાધક છે ને કેવળજ્ઞાન સાધ્ય છે.” આત્મા જ્ઞાનસ્વરૂપી છે, એવું અરૂપી સમ્યકશ્રુતજ્ઞાન થવું તે સાધક છે ને કેવળજ્ઞાન સાધ્ય છે. ભાવશ્રુતજ્ઞાન ટળીને સંસારદશા મળે તેમ બને નહિ, પણ કેવળજ્ઞાન મળશે. ખરેખર કેવળજ્ઞાનનું સાધન તો દ્રવ્યસ્વભાવ છે, પણ અહીં પર્યાયથી વાત લેવી છે. ભાવશ્રુતજ્ઞાન થયા પછી લબ્ધિઓ પ્રાપ્ત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com