________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૬]
[ ૨૨૫ રાગદ્વેષરહિત થઈને આત્મામાં અંતરપાર વધાર્યો તે નિર્જરાના ફળમાં મોક્ષ છે.
આ ગ્રંથ ગૃહસ્થ દીપચંદજીએ બનાવેલ છે. ગૃહસ્થ-અવસ્થામાં રહેવા છતાં આવો સરસ ગ્રંથ બનાવેલ છે. આત્માને બૈરાં-છોકરાં નથી, મમતા કરે તેને નિમિત્ત છે. તે વખતે મમતા વિનાના આત્માનું ભાન કરે તો ધર્મ થાય. મારો વર્તમાનભાવ અનંતા ગુણોના પુંજ પ્રભુમાં આરૂઢ થાય તે નિર્જરા છે. તેથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. તેના ફળમાં મોક્ષ પ્રાપ્ત થાય છે.
(૪૦) “ચિવિકાર અભાવ સાધક છે ને શુદ્ધોપયોગ સાધ્ય છે.” જ્ઞાનમાં જે વિકાર જણાય તેનો અભાવ કરવો તે સાધક છે. વસ્તુ જ્ઞાનાનંદ છે તેની પર્યાયમાં થતા રાગ-દ્વેષમાં અટકે છે તેનો અભાવ કરવો સાધક છે ને પુણ્ય-પાપ રહિત શુદ્ધ ઉપયોગમાં રહેવું તે ફળ છે.
(૪૧) “દ્રવ્યશ્રુતનું સમ્યક અવગાહન સાધક છે ને ભાવશ્રુત સાધ્ય છે.” સર્વજ્ઞ પરમાત્માએ કહેલા પદાર્થના સ્વરૂપ અનુસાર મુનિએ રચેલાં શાસ્ત્રનું સમ્યકપણે અવગાહન કરવું, સારી રીતે સમજણ કરવી તે સાધક છે. જેમ ઊંડા દરિયામાં અવગાહન કરે તો મોતી મળે છે તેમ શાસ્ત્રમાં સમ્યક્ પ્રકારે પ્રવેશ કરી જુએ તો આત્મામાં ભાવશ્રુત પ્રગટ થાય છે. જે વિકલ્પ ઊઠે તેની પ્રધાનતા નથી. પુણ્યને લીધે દેવમાં જશું ને ભગવાન પાસે જશું તેવાની વાત નથી, તેવા જીવને દ્રવ્યશ્રુતનું અવગાહન આવડ્યું નથી. અપૂર્વપણે આત્મામાં જાગ્યો તે વીતરાગની વાણીનો વિનય કરે છે કે અહો, આત્માને જગાડનાર, વીતરાગતાને આપનારને કેવળજ્ઞાનને પમાડનાર એવી ભગવાનની વાણી છે જે ઉપાદાનને ઉપાદાન કહે, નિમિત્તને નિમિત્ત કહે, વ્યવહારને વ્યવહાર કહે છે, એમ ભગવાનની વાણી બરાબર બતાવે છે. તેના સમ્યક્ પ્રકારે અવલોકનથી સમ્યક શ્રુતજ્ઞાન પ્રગટે છે. વિકલ્પમાં રોકવું તેનું ફળ નથી. સાચાં શાસ્ત્રોમાં ચારે અનુયોગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com