________________
[૧૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨] શક્તિનો પિંડ છે, ગુણ ત્રિકાળી શક્તિઓ છે, તેમાં અનુભવ ન હોય પણ પર્યાયમાં અનુભવ હોય, જ્ઞાનપર્યાય જાણી લ્ય છે. પર્યાય દ્રવ્યને જાણે તે બરાબર છે પણ એક સમયની પર્યાયના અનુભવમાં આખા દ્રવ્યનો અનુભવ આવી જતો નથી. જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે જણાય પણ વેદન ત્રણમાં ન હોય, વેદન પર્યાયમાં હોય. પર્યાય પર્યાયને જાણે તથા ગુણ અને ગુણવાનને જાણે એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયને અનુભવવા એમ કહ્યું છે, એટલે કે ત્યાં આ ત્રણેનું જ્ઞાન હોય છે.
જેટલા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, મુનિ થયા એ આ જ અનુભવથી થયા છે ને થશે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો અર્થ કહે છે. તેનો ભાવ એટલે સ્વરૂપ તેને જેમ છે તેમ જાણવું તે યથાર્થ જ્ઞાન છે. જ્યાં સાચું જ્ઞાન છે તેમાં આત્માનો અનુભવ હોય પણ અયથાર્થ જ્ઞાનમાં સાચું વેદન હોઈ શકે નહિ. તે દ્રવ્ય-ગુણ-પર્યાયના અનુભવથી પંચ પરમગુરુ એટલે પંચ પરમેષ્ઠી થયા છે ને થશે. તે આત્માનુભવ વડે થયા છે.
પ્રશ્ન :- તો પછી વ્યવહાર ગમે તે જાતનો આવે અથવા કુદેવાદિની શ્રદ્ધા હોય તો નડે ખરી?
સમાધાન :- પોતાના જ્ઞાનસ્વભાવની પર્યાય સ્વ-પરપ્રકાશક છે. તેમાં દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે યથાર્થ નિમિત્તોનું જ્ઞાન આવી જાય છે. કુદેવાદિની શ્રદ્ધાનો વ્યવહાર ધર્મીને હોતો નથી. ખોટાનો આદર-વિનય કરે એવું જ્ઞાન તો મિથ્યાજ્ઞાનમાં હોય છે.
અહીં કહે છે કે દ્રવ્ય-ગુણ-પર્યાયના અનુભવથી પંચ પરમગુરુ થયા છે. કોઈ નિમિત્તના કે વ્યવહારના અવલંબનથી પંચપરમેષ્ઠી થયાએમ નથી. એ બધો પ્રભાવ અનુભવનો છે. વ્યવહારનિમિત્ત હોય છે પણ તેનો પ્રભાવ નથી, જ્ઞાનમાં આવી ગયું છે કે ધર્મ પામનારને સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર જ નિમિત્ત હોય.
વળી અરિહંત ભગવાન ને સિદ્ધ ભગવાન પણ પોતાના જ્ઞાન ને આનંદને સેવે છે તે જ આચરણ છે. અરીસામાં બીજી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com