________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૧]
[૧૪૯ જેમ સર્પ કોઈને કરડે ને કોઈ બીજાને ઝેર ચડે એમ બને નહિ. લાડવા, દાળ, ભાત, વગેરે શરીર ખાય છે, પણ આત્મા ખાતો નથી. તારામાં એક પરમાણુ લેવાની તાકાત નથી. દરેક રજકરણ તેની તાકાતથી આવે છે ને જાય છે, છતાં મેં ખાધુ-એમ માન્યું, જડ શરીર કપડાં પહેરે છે છતાં મેં પહેર્યા–એમ માને છે એ અજ્ઞાન છે.
બગાસું ખાધું, ધક્કો ખાધો, ઠપકો ખાધો,” એમ કહે છે તો ત્યાં શું ખાધું? એ બધી ભાષા છે. તે અમુક જડની ક્રિયાસૂચક વાકયો છે. અહીં જડે કપડાં પહેર્યા છતાં મેં પહેર્યા એમ માને છે. હું ખાઉં છું– એમ માનનારે આત્મા માન્યો નથી. શરીર ઉપર કપડાં ને દાગીના નાખ્યાં ને માને કે મેં પહેર્યા તે ભ્રમણા છે. જડનો પર્યાય સ્વયંસિદ્ધ તેના કારણે થાય છે, છતાં મારાથી થાય છે એમ માનવું તે અજ્ઞાન છે. શરીર ઉપર પાણી પડે ત્યારે માને કે મેં સ્નાન કર્યું, હું જડને સ્પર્શ છુંએમ માને છે. પુદ્ગલમાં સ્પર્શગુણ છે, આત્મા અસ્પર્શે છે. શરીરને અત્તરાદિ ચોળે ત્યારે પોતે તે કાર્ય કર્યું એમ માને છે, તેને જીવ ને અજીવની ભિન્નતાની ખબર નથી. શુદ્ધ આહાર જડ છે, પર છે, તેનાથી આત્મશુદ્ધિ થતી નથી. જડના પરિણામથી આત્માના પરિણામ સુધરે એમ માનવું તે અજ્ઞાન છે. નિર્દોષ આહાર મળે તો આત્માના પરિણામ સુધરે એમ માનવું તે અજ્ઞાન છે. આત્મા જડ આહારને લઈ શકતો નથી, છતાં મેં ખાધું એમ માને છે. આ શરીર જડ છે, આત્મા અરૂપી ચૈતન્ય છે, તે ક્રિયા વખતે જીવે રાગનો અનુભવ કર્યો છે, પણ જડની કિયાનો અનુભવ કર્યો નથી. જેણે જડ અને જીવને જુદા જાણ્યા નથી તેને ધર્મ થતો નથી. જ્ઞાનાનંદ સ્વભાવને ચૂકીને રાગનો ભોગ અજ્ઞાની કરે છે પણ જડનો ભોગ તો તે પણ લઈ શકતો નથી.
અજ્ઞાની જડ તથા ચૈતન્યને એક મનાવે છે, પૈસાથી ધર્મ મનાવે છે. પૈસા મેં આપ્યા તે માન્યતા અધર્મ છે, જડની ક્રિયા આત્માથી થઈ એમ માનવું તે મિથ્યાત્વ છે. લક્ષ્મીથી પુણ્ય નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com