________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ ]
[ શ્રી અનુભવ પ્રકાશ શુભભાવ થાય તેનાથી ચારિત્ર માને, –એ રીતે ચારિત્રગુણ ઊલટો થઈ રહ્યો છે. પુણ્ય-પાપમાં બધી શક્તિ રોકાઈ ગઈ છે, તેથી સ્વરૂપ તરફ જોતો નથી. સ્વભાવનો અનુભવ કરવાને બદલે પરઆચરણ કરી રહ્યો છે. પોતાનો દોષ જાણે તો ટાળી શકે પણ પરને લીધે દોષ ટાળવાનો અવસર રહેતો નથી. આ પ્રમાણે જીવનો સ્વચારિત્રગુણ વિકારરૂપે પરિણમે છે. આત્મામાં કેવળજ્ઞાન-દર્શન-આનંદરૂપ થવાની શક્તિ છે, એવો વીર્ય નામનો ગુણ છે. જીવનું સર્વ સ્વરૂપ પરિણમાવવાના બળરૂપ વીર્યગુણ વિદ્યમાન છે. પણ શરીરની ક્રિયામાં રોકવાથી તે નિર્બળ થયું છે. શરીરમાં વીર્ય વધારે હોય તો આત્માનું વીર્ય વધે ને શરીરમાં વીર્ય ઓછું હોય તો આત્માનું વીર્ય વધે ને શરીરમાં વીર્ય ઓછું હોય તો આત્માનું વીર્ય ઘટે–એમ છે જ નહિ. પોતાના જ્ઞાનાનંદ સ્વભાવમાં વીર્ય રોકવું જોઈએ, તેને બદલે પર પદાર્થોમાં ને રાગાદિમાં રોકવાથી તે નબળું થયું છે. તે પોતાનો દોષ છે. -આ પ્રમાણે જીવનો વીર્યગુણ વિકારરૂપ પરિણમ્યો છે.
હવે, આત્મામાં આનંદગુણ ઊલટો કેમ થયો? આત્મામાં પરમાનંદ ભોગવવાનો ગુણ અનાદિનો છે. જે હોય તે જાય નહિ ને નહોય તે બહારથી આવે નહિ. સ્વને ચૂકીને બહારમાં લક્ષ કરે છે ને હરખ, શોક, રતિ, અરતિના ભાવ કરે છે, તેથી તે આનંદનો ભોગવટો નથી; પરપરિણામનો રસ લીધા કરે છે. પોતે જ્ઞાનાનંદ છે, આનંદને ભોગવનાર છે, તેને ભૂલી હરખશોકાદિ વિકારને ભોગવે છે. લાડવા, દાળ, ભાત, શરીર વગેરેને કોઈ જીવ ભોગવતો નથી; પણ જડમાં એકાગ્રતા કરી હુરખશોક કર્યા, માટે આનંદગુણ ઊલટો પરિણમ્યો છે. આનંદમૂર્તિ આત્માનાં શ્રદ્ધા, જ્ઞાન, આચરણ કરી તેનો રસ લેતો નથી. પણ કર્મના નિમિત્તે શાતા-અશાતા, પુણ્ય-પાપરૂપ પરંપરિણામના ઘણા પ્રકારના વિકાસના રસને ભોગવે છે. અનાકુળ સ્વભાવની સર્વ શક્તિ પરપરિણામને જ આસ્વાદે છે, તે પરસ્વાદ પરમ દુઃખરૂપ છે. લાડવા ખાતી વખતે રાગનું દુઃખ છે; લાડવાદિ પરનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com