________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[૩ કેવળીના વિરહ ભુલાવ્યા.
(૧૨). ધર્મની જિજ્ઞાસાવાળાએ પહેલું શું કરવું? ચૈતન્યરત્નાકર એવા આત્માને પ્રથમ જાણવો.
(૧૩) એક સમયનું સમ્યગ્દર્શન ભવના અભાવના ભણકાર લાવે છે.
(૧૪) આખા વિશ્વ ઉપર જાણે કે તરતો હોય, એવો આત્મા છે. કેવળજ્ઞાનીઓથી પણ જુદો અને તરતો એવો આત્મા છે.
(૧૫)
અલ્પજ્ઞ પર્યાયમાં પૂર્ણ પરમાત્મા ભાસે છે.
(૧૬) વીતરાગમાર્ગ વીતરાગતાથી જ ઊભો થાય છે. વીતરાગના પંથે થતાં, વીતરાગતા હાથ આવે છે અને સાદિ અનંતનાં સુખ મળે છે.
(૧૭) આત્માને પર્યાય રહિત જાએ તે શુદ્ધનય છે, પર્યાય સહિત જુએ તે અશુદ્ધનય છે. જેમાં એકપણું નજરમાં આવે તે શુદ્ધનય, જેમાં બેપણું નજરમાં આવે તે અશુદ્ધનય.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk