________________
અધ્યાય ૮ મે. रागद्वेषौ मनोधर्मा. न मनस्ते कदाचन । निर्विकल्पोऽसि बोधात्मा निर्विकारः सुखं चर ॥ ५॥
અર્થ. રાગદ્વેષ છે તે મનના ધર્મ છે અને મન છે તે તો કદાપિ તારું નથી. તું તે નિર્વિકલ્પ, બેધાત્મા ને વિકારરહિત –આત્મા છે, માટે સુખથી વિચર.
ટીકા. રાગદ્વેષ મનના ધર્મ છે અને મન આત્માથી જુદું જડ છે. યુતિમાં કહ્યું છે કે આત્મા નિધર્મક છે, બંધમેલ પણ તેના ધર્મ નથી. આત્મા તે અખંડજ્યોતિરૂપ અસંગ ને વિકારરહિત છે, એમ જાણી મનના ધર્મોને નિયમથી અનુસરતા રહી આત્મામાં ઐક્ય રાખી સુખથી વર્તવું.
सर्वभूतेषु चात्मानं, सर्वभूतानि चात्मनि । विज्ञाय निरहंकारो, निर्ममस्त्वं सुखी भव ॥ ६ ॥
અર્થ. સર્વભૂતમાં એકજ આત્મા રહેલે છે, અને સર્વભૂત વળી એક આત્મામાં રહેલાં છે, એમ સમજી નિરહંકાર અને નિર્મળ થઈ સુખી થા.
ટકા. આત્મા અસંગ નિર્વિકાર અને નિર્મળ છે તો પછી અષ્ટાવક્ર કાને સુખી થા એમ કહે છે? જનકરાજા તે તત્ત્વબોધને પામેલા જ્ઞાની છે. તેમને સુખદુઃખ શું ? વળી એ ધમે તો મનના છે અને મન જડ છે. ના, જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી મન અને અંતઃકરણના ધર્મ તેમનો ભાવ ભજવ્યા કરે છે માટે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દેહના ધર્મ આચરતો એવા તું હે જનક ! સુખી એટલે આત્માના આનંદમાં રહે, એવો અહિ ઉપદેશ છે. વારંવાર એકની એક બાબત–“દેહ તારો નથી અને તું દેહ નથી,” એમ કહેવાનું તાત્પર્ય પણ દેહાભિમાનને ધીરે ધીરે છોડાવવામાં જ રહેલું છે.