________________
૨૮
અષ્ટાવક્ર ગીતા. નથી ત્યારે “તે છે” એમ કેમ માનવું? આ શિષ્યને સમજાવવા માટે ગુરુએ પાણું ભરેલું એક કંડું મંગાવી તેમાં પેલાને હાથેજ મેટું સિંધવનું ગચિયું મુકાવ્યું. એ કુંડાને પછી એની પોતાની દેખરેખમાં રાખવાનું સેપ્યું. બીજા દહાડાપર તોપબોધ કરવાનું તે દિવસે મુલતવી રાખ્યું. પેલા શિષ્ય કુંડાને પોતાની નજર તળે રાખી મૂક્યું અને જ્યારે બીજે દિવસે ગુરુ પાસે ગમે ત્યારે તે લે ગયે. કેટલાક પાઠ થયા પછી ગુરુએ કુંડું પોતાની અને તેની સામે મુકાવી શિષ્યને પૂછ્યું કેનેન્દ્રિયથી. જે. અને કહે કે પેલો સિંધવનો ગાંઠિયે અંદર છે કે નહિ ? આંખોને મટી નાની કરી શિષ્ય બારીકીથી પાણીમાં જોયું પણ તે જણાયો નહિ, એટલે કહ્યું કે “નથી.” ગુરુએ કહ્યું કે-હવે શ્રવણેન્દ્રિયથી સાંભળી છે ? તેણે કાન માંડી જોયા પણ કંઈ સમજાયું નહિ. પછી સુંઘવાનું કહ્યું તે પણ નકારમાં જ તેને ઉત્તર આપવો પડયો. પછી સ્પર્શેન્દ્રિય-હાથથી જોવાનું કહ્યું એટલે તેણે કુંડામાં હાથ ઘાલી બધે તપાસ કરી પણ સિંધવનું ગચિયું જણાયું નહિ. અન્ત તે કુંડામાં કે પાણીમાં નથી, એમ ચારે ઇન્દ્રિયોનો અનુભવ મેળવ્યા પછી ગુરુએ તેને કહ્યું કે હવે એ પાણીનું આચમન કર. ચાંગળું પાણી લઈને મુખમાં મૂકતાંજ શિષ્ય બોલી ઉઠયો કે-ગુરુ મહારાજ! સિંધવ પાણમાં છે. ગુરુએ કહ્યું કે–જેમ ચારે ઈન્દ્રિયો વડે પણ પાણીમાં એકરસ થઈ ગયેલું સિંધવ જણાયું નહિ, માત્ર રસેન્દ્રિય દ્વારા સિંધવ પાણીમાં છે એમ તને સમજાયું, જેમ પાણીમાં સર્વત્ર સિંધવ છે એમ હવે તું ખાતરીથી કહે છે, અને માને છે તેમ આ ચરાચર જગત–વિશ્વમાં વ્યાપીને રહેલે આત્મા (બ્રહ્મ) પણ ઈન્દ્રિયોથી ગ્રહણ કરાતો નથી માત્ર અનુભવ અને સારા ઉપદેશથી ઉત્પન્ન થયેલા જ્ઞાન-ઇન્દ્રિયના જેગથીજ બધ આત્મા વ્યાપીને રહે છે એમ સમજાય છે. શિષ્ય આ યુક્તિથી પ્રસન્ન થયો અને તેને આત્મા સર્વત્ર વ્યાપીને રહેલો છે તેની પ્રતીતિ થઈ આ પ્રમાણે જનકરાજાને પણ મહા તત્ત્વજ્ઞાની અષ્ટાવક્રજીના ઉપદેશથી આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અને તેમને પણ શરીરાદિક મિથ્યા