________________
૨૨
અષ્ટાવક્ર ગીતા. જનક રાજાને ઘણું જણે બંધ કર્યો હતો તેમ છતાં તે વારંવાર ઉપદેશ સાંભળતા તે એટલાજ માટે કે ભ્રમિત મન તેમાં એકતાર થાય.
यथैवादर्शमध्यस्थे रूपेन्तः परितस्तु सः । तथेचास्मिकछरीरेन्तः परितः परमेश्वरः ॥ १९ ॥
અર્થ. જેમ દર્પણમાં પલ્લું પ્રતિબિંબ બહાર તેમજ અંદર દેખાય છે તેમ આ શર માં પણ બહાર અને અંતરમાં બધે પરમેશ્વર ભાસે છે. ૧૯ બહામય વિશ્વ.
ટીકા. હે જનક! દર્પણમાં પડેલા શરીરના પ્રતિબિંબની આસપાસ સર્વત્ર જેમ દર્પણ વ્યાપીને રહેલું હોય છે તેમ આત્મામાં શરીર પ્રતિબિંબ રૂપે દેખાય છે બાકી સર્વત્ર આત્મા જ વ્યાપ્ત છે એમ જાણ. દર્પણમાંનું શરીર જેમ દેખવા માત્ર મિથ્યા છે. અધિષ્ઠાનની સત્તાથીજ કલ્પિત વસ્તુ પ્રતીત થાય છે. અધિકાન એવી છીપ ન હોય તો તેમાં ચાંદીની પ્રતીતિ થતી નથી, તેમજ દોરી જ ન હોય તો તેમાં સાપની કલ્પનાને અવકાશ મળતા નથી. આત્માની સત્તાને લીધે જ આપણને શારીરાદિકની પ્રતીતિ થાય છે. જે આત્મા ન હોય તે શરીરાદિકને ભાસ થાય નહિ. આત્માની સત્તાને લીધે જ સ્થાવર જંગમાત્મક જગતને ભાસ થાય છે, એમ આ દૃષ્ટાંતથી મુનિ જનકરાયને સમજાવી બીજા દૃષ્ટાંતથી કહે છે કે –
एकं सर्वगतं व्याम बहिरन्तर्यथा घटे । नित्यं निरंतरं ब्रह्म सर्वभूतगणे तथा ॥ २० ॥
અથ. જે એક આકાશ સર્વ (વસ્તુ) માં ઘટાદિમાં બહાર અને અંદર થાપીને હેલું છે, તેમ નિત્ય અને નિરંતર તેવું શહા સભૂત ગણુમાં વ્યાપને રહેલ છે.