________________
૧૪
અષ્ટાવક્ર ગીતા.
છે ત્યારે તેમાંનું કંઈ વિદ્યમાન જણાતું નથી અને સ્વમમાં લાગેલા ભય, ત્રાસ અને આનંદ બધું મિથ્યા ભ્રમણારૂપ સમજાય છે તેમ જ્યારે, આત્મજ્ઞાનથી માણસ માયાકૃત અજ્ઞાનની નિદ્રામાંથી જાગૃત થાય છે ત્યારે તેને જગત અને તેમાંની બધી પ્રવૃત્તિએ-જંાળા મિથ્યા પ્રતીત થાય છે અને એકલું આનંદ સ્વરૂપ બ્રહ્મજ ભાસમાન થઈ રહે છે. અજ્ઞાન–વિદ્યામાંથી આ ભોસમાન સંપૂર્ણ જગત ઉત્પન્ન થયેલું છે પરંતુ હું જનકરાય ! જ્યારે તમે પાત પેાતાને બ્રહ્મ સ્વરૂપ સમજશે! ત્યારે તમારી દૃષ્ટિ આગળથી આ જગત નાશ પામશે અને તેનું મિથ્યાત્વ તમાને જરૂર પ્રતીત થશે.
જનક~~હે ઋષિરાય ! બ્રહ્મજ્ઞાનીઓને જગત મિથ્યા લાગવા છતાં અને તેમને જગતને નાશ–અભાવ જણાયા છતાં પણ, જગત તે જેમનું તેમ ચાલુજ રહે છે, તે ક્રમ ? અષ્ટાવક્રજીએ કહ્યું કે-હે રાજન! જેમ મૃગનું એક મોટું ટાળું ઝાંઝવાનું જળ પીવાને દેડે છે, જેમ જેમ તે આગળ વધતાં જાય છે તેમ તેમ મૃગજળ દૂર ને દૂર દેખાતું જાય છે. એ ટેાળામાંના જે મૃગને તેનું મિથ્યાત્વ સમજાય તે એકાદ મોટા વૃક્ષને આશ્રયે બેસી જળનેા માહ છેાડી દે છે; પરંતુ ઝાંઝવાંમાં આશા બંધાયેલી ચાલુ હેાય તે તે! ઝાંઝવાંને જળ જળ તે જળ માની ધાવન કર્યાજ કરે છે, તેમ જેમને આત્મજ્ઞાન થાય છે તેમને માટે જગતને નાશ—અભાવ કહેવાય, પરંતુ જેમને જ્ઞાન નથી તેમને માટે તે ખાટું-મિથ્યા હાવા છતાં પણ ઝાંઝવાનું જળ જળરૂપ ભાસ્યાજ કરે, તેમ અજ્ઞાનીને તેા જગત નથી તેમ છતાં તે હાવા રૂપ લાગ્યાજ કરે છે. ભ્રમથી જગત જણાતું હોવા છતાં પણ સસારી જતેને તેનું અસ્તિત્વ લાગ્યાજ કરે છે, તે પેલાં મિત મૃગાની માફક તેની પાછળ દોડ અને કષ્ટ વેઠયાંજ કરે છે.
અજ્ઞાનમાંથી જગતની ઉત્પત્તિ છે અને અજ્ઞાન સર્વત્ર એક છે તે પછી અજ્ઞાનના નાશ સાથે જગતને નાશ કેમ ન થાય? આ શંકાના