________________
૧૧૬
અષ્ટાવક્ર ગાતા. क्व सृष्टि क्व च संहारः क्व साध्य क्व च साधनम् । क्व साधकः क्व सिदि स्वस्वरूपेऽहमदये ॥३॥
અર્થ. અદ્વય અને સ્વસ્વરૂપ એવા મને સૃષ્ટિ, સંહાર, સાધ્ય, સાધન, સાધક કે સિદ્ધિ કશા સાથે સંબંધ છે નહિ, અર્થાત્ મને તે શાંનાં હેાય? નજ હેય ને નથીજ.
क्व प्रमाता प्रमाणं वा क्व प्रमेयं क्व च प्रमा। का किश्चित्क्व न किंचिद्वा सर्वदा विमलस्य मे ॥४॥
અર્થ. સર્વદા વિમલરૂપ એવા મને પ્રમાતા, અને પ્રમાણુ ક્યાં? પ્રમેય અને પ્રમા શાં, તેમજ કિંચિત્ કે અર્કિચિત્ પણ શું? મને કંઈ નથી. પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય એ ત્રણે અજ્ઞાનનાં છે, પ્રમા–વૃત્તિજ્ઞાન છે તે પણ આત્મામાં નથી.
क्व विक्षेपः क्व चैकाय्यं क्व निधिः क्व मूढता । क्व हर्षः क्व विषादो वा सर्वदा निष्क्रियस्य मे ॥ ५॥
અર્થ. સર્વદા કિયારહિત એવા મને વળી વિક્ષેપ છે? એકાગ્રતા શી? ક્યાં નિર્બોધ અને મૂઢતા પણ ક્યાં છે? તેમજ મને હર્ષ અને વિષાદતા પણ ક્યાં છે?
क्व चैष व्यवहारो वा क्व च सा परमार्थता । क्व मुखं क्व च वा दुःखं निर्विमर्शस्य मे सदा ॥६॥
અર્થ. નિર્વિમર્શ એ સદા હું, તેને વ્યવહાર, પરમાર્થતા, સુખ, દુઃખ વગેરે ક્યાં છે? મને વ્યાવહારિક પદાર્થોના જ્ઞાનનું, પરમાર્થતાનું કે સુખ દુઃખનું કંઈ લાગતું જ નથી.
क्व माया क्व च संसारः क्व प्रीतिर्विरतिः क्व वा । क्व जीवः क्व च तहमा सर्वदा बिमलस्य मे 10.