________________
૧૨.
અષ્ટાવક્ર ગીતા પટ તે ઘડો નથી. તેમને વર્ગજ જુદે છે માટે વિજાતીય ભેદ. સ્વગત એટલે એક ફ્લેવર-સ્કૂલમાંના અવયવાદિક ભેદ છે. જેમકે શરીરના સ્વગત ભેદ તે હસ્ત, પાદ વગેરે, અને વૃક્ષના સ્વગત ભેદ તે તેનાં ડાળાં, પાંખડાં અને ફળફૂલ વગેરે. આ ત્રણે જાતના ભેદ આત્મામાં નથી. આત્મા તે અવિચ્છિન્ન એકરસ એક સ્વરૂપજ છે અને જગતમાંની વસ્તુઓ અને પુરુષાદિક જે અભાવનાં પુતળાં છે તે ઉપર જણાવેલા ત્રણે ભેદવાળાં છે. તેથી નામ રૂપાત્મક વસ્તુ તે બ્રહ્મ નથી, એમ જાણે. છીપમાં જેમ ચાંદી અને દોરીમાં જેમ સાપને ભાસ મિથ્યા છે, તેમ બ્રહ્મમાં જગતનો ભાસ મિથ્યા, મિથ્યા ને મિથ્યાજ છે. અજવાળું થતાં જેમ દોરીમાંના સાપનો અને અનુભવ પ્રત્યક્ષીકરણ થતાં છીપમાને ચાંદીને ભાસ નાશ પામે છે, તેમ બ્રહ્મજ્ઞાન થતાંજ જગતનું મિથ્યાત્વ સમજાઈ બ્રહ્મસ્વરૂપતા પ્રાપ્ત થાય છે.
વળી બ્રહ્મ વ્યાપક હોઈ પરિચ્છેદ રહિત છે. દેશ, કાળ અને વસ્તુમાં પણ તે વહેચાતો નથી, પરંતુ સર્વત્ર પરિપૂર્ણ-અખંડ એક રસ છે. જે વસ્તુ એક દેશમાં હોય અને બીજા દેશમાં ન હોય, તે દેશ પરિચ્છેદવાળી કહેવાય. બ્રહ્મ–આત્મા એવા નથી. એ તો બધે જ ભરપુર ભરેલો છે. એક ઠેકાણે હોય અને બીજે ઠેકાણે ન હોય એમ નથી. જે વસ્તુ એક વખતે હોય અને બીજી વખત ન હોય તે કાળપરિદવાળી કહેવાય. આત્મા એવા નથી. એ તો આદિઅનાદિ સર્વ કાળે છે છે ને છે, એટલે તે કાળપરિદવાળા પણ નથી. જે વસ્તુ બીજી વસ્તુમાં ન ભળે ન સમાય તે વસ્તુપરિચ્છેદ કહેવાય. જેમકે ઘડાનો અંતર્ભાવ પટમાં થાય નહિ અને પટને અંતર્ભાવ ઘટમાં થાય નહિ. જે વસ્તુઓ એક બીજાથી જુદી જ રહે ને મળે ર્કિવા મિશ્ર થાય નહિ તેનું નામ વસ્તુપરિચ્છેદ. આ વસ્તુ પરિચ્છેદ પણ બ્રહ્મ કહેતાં આત્મામાં નથી, કારણ કે, તે તે સર્વત્ર ભળી ગયેલોબધેજ રહેલે છે.