________________
અધ્યામ ૧૭ મે.
Na આત્મા સાથે સેક્સ-એકતા પામ્યું છે એટલે મને સાયાકૃત જગત પ્રપંચ સાથે કંઈ લાગતું વળગતું નથી.
क्व भूतानि क्व देहो वा क्वेन्द्रियाणि क्व वा मनः । क्व शून्यं क्व च नैराश्य मत्स्वरूपे निरञ्जने ॥ १२ ॥
અર્થ. નિરંજન એવા મારા સ્વરૂપમાં ભૂતે શાં, ઇન્દ્રિય શી ને મન પણ શું? વળી શૂન્ય શું અને નિરાશા પણુ શી ?
ટીકા. શુન્ય પણ કલ્પિત છે અને શૂન્ય સ્વરૂપ પણ મારું નથી. આત્મા શુન્યરૂપે પણ વર્ણવાતો નથી તો પછી દેહ, સદેહ, ઇન્દ્રિયો વગેરે તેને ક્યાંથી હોય-અર્થાત્ તેને કશું સ્વરૂપ જ નથી. તે તે અવર્ણનીય આનંદસ્વરૂપ છે. આવા જીવન્મુક્ત બ્રહ્મસ્વરૂપમાં લીન હોય છે.
क्व शास्त्रं क्वात्मविज्ञानं क्व वा निर्विषयं मनः । क्व वृप्तिः क्व विष्णत्वं गतद्वन्द्वस्य मे सदा ॥ १३ ॥
અર્થ. જેનાં કંક-સંકલ્પ-વિકલ્પ વગેરે જતાં રહેલા છે એવા મને શાસ્ત્ર, આત્મજ્ઞાન, નિવિષયમન તૃપ્તિ અને તૃષ્ણા કશુંએ છે નહિ, જીવન્મુક્ત હું એકરસરૂપ છે.
क्व विद्या क्व च वाऽविद्या क्बाहं क्वेदं मम क्व वा । क्व बन्धः क्व च वा मोक्षः स्वरूपस्य मे रूपिता ॥१४॥
અર્થ. મારા સ્વરૂપમાં સ્વરૂપતા–આકારમાત્ર છેજ નહિ (આગળ શૂન્યરૂપની પણ ના પાડવામાં આવી તેમ) અને જ્યાં વરૂપ નથી ત્યાં વિદ્યા, અવિદ્યા, હુંપણું, મારાપણું પણ ક્યાં ? છે શો અને મોક્ષે છે ?