________________
૧૪૬
અષ્ટાવક્ર ગીતા. અર્થ. જે સમય હોય તે પ્રમાણે વતી લેનાર અને સર્વત્ર તુષ્ટિવાળ ધીર જ્ઞાની પુરુષ સ્વચ્છેદે દેશ દેશાવરમાં ફરતે ને જ્યાં રાત પડે ત્યાં શયન કરતો રહે છે; અર્થાત્ તેને કશું સારું માઠું, કર્તવ્યાકર્તવ્ય કંઈ રહેતું નથી. નિષ્કામપણે પિતાના દેહની પણ પરવા વગર જ્યાં જ્યાં પગ લઈ જાય ત્યાં જતે તે પરમ બ્રહ્મમાં જ મગ્ન રહે છે.
पततूदेतु वा देहो नास्य चिन्ता महात्मनः । स्वभावभूमिविश्रान्ति विस्मृताशेषसंमृतेः ॥ १५ ॥
અર્થ. જે પોતાના સ્વભાવ રૂપી ભૂમિમાં વિશ્રાંતિ લે છે અને જેને સંસારની બીલકુલ સ્મૃતિ પણ નથી એવા મહાત્માને દેહ પડે કે ઉત્પન્ન થાઓ એની ચિંતા રહેતી નથી.
॥ इति श्रीमदष्टावक्रगीतायां निर्ममत्वनिरुपणोनाम
पंचदशोऽध्यायः समाप्त ॥