________________
અધ્યાય ૧ લે. જુદા ધર્મ અને આકારવાળું મનાય છે, પરંતુ સર્વત્ર વ્યાપી રહેલા મહાકાશમાં તેથી ભેદાદિક જોવામાં આવતાં નથી, તેમજ અભર ભરેલ સર્વવ્યાપી આત્મા વર્ણાદિકમાં રહેલું હોવા છતાં નિર્વિકાર, અકર્તા, ને ભોક્તા છે એમ માની સુખી થવું. સુખદુઃખાદિક ધર્મો જ્યાં ભેદ છે ત્યાં રહેલા છે, અભેદમાં નથી, અર્થાત આત્માનિપ-અ. સંગ છે અને હે રાજન ! આ૫ અસંગ આત્મા રૂપ છે એવી અંતઃકરણમાં દઢતા લાવા અને વિશ્વસાક્ષી બને એટલે વર્ણાશ્રમાદિક ધર્મોની ઉપાધિ અંતઃકરણમાંથી એની મેળે જ દૂર થશે અને બ્રહ્મભાવ ઉપજશે.
વેદ અને ધર્મશાસ્ત્રોએ વિહત ગણેલા-અરે કર્તવ્ય ઠરાવેલા ધર્મો ન પળાય તો કાચારથી છેટું દેખાય અને તેમાંથી મનમાં દુઃખની લાગણી પ્રગટે, એવી શંકાના સમાધાનમાં અષ્ટાવક્રજી કહે છે કે-એ ધમે આત્માના નથી, એ તો મનના–અંતઃકરણના ધર્મો છે, જુઓ –
धर्माधर्मा सुख दुःख मानसानि न ते विभो । न कर्तासि न भोक्तासि, मुक्त एवासि सर्वदा ॥ ६ ॥
અર્થ. હે વિભો ! ધર્મ અધમ, સુખ ને દુઃખ એ મનનાં ધર્મો છે તમારા નાંહ, તમે તે કતએ નથી અને ભેક્તાએ નથી. તમે તે સર્વદા મુક્તજ છે. ૬
ટીકહે વિભ! એ સંબોધનથી અષ્ટાવક્રછ દેહાભિમાની જનકને નહિ પરંતુ જનકાધિષ્ટ સર્વવ્યાપક પરબ્રહ્મને સંબોધી કહે છે કેધર્માધર્મ અને સુખદુઃખ એ, હે વિભો! હે સર્વવ્યાપક ! તારા ધર્મ નથી પરંતુ પંચતત્વના બનેલા દેહને આશ્રયે રહેલા મનના ધર્મો છે. તું તે દેહમાં રહેલો હોવા છતાં પણ કર્તાએ નથી ને ભોકતા નથી. તું તો સદા સર્વદા મુક્ત જ છે.