________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૧૬, ૧૭
૦ શરિર: શાંતિ આદિને કરનાર, – શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ આદિ (ક્રિયાઓ) તેના સુખને આપનાર. ૦ ૧ - અને, આ અવ્યય છે. ૦ આ ગાથા-૧૬નો અર્થ અન્વય પદ્ધતિએ – ૦ રૂતિ - એ પ્રમાણે, અંતે
૦ શાંત:સ્તવ - શાંતિ સ્તવ. આ શાંતિ સ્તવ કેવું છે ? તે જણાવે છે.
(૧) પૂર્વના આચાર્યોએ ગુરુ આખાયપૂર્વક પૂર્વમાંથી ઉદ્ધરીને પ્રકાશિત કરેલા મંત્રોથી ગર્ભિત છે.
(૨) ભક્તિ કરનારા મંત્રસાધકોના સલિલાદિ ભયનો વિનાશ કરનાર એવું છે.
(૩) ઉપદ્રવોનું નિવારણ કરવા દ્વારા શાંતિ આદિ કરનારું છે. – અહીં તિ - છે, એ પદ અધ્યાહાર સમજવાનું છે.
૦ હવે ગાથા-૧૭માં આ સ્તવનો લાભ અર્થાત્ ફળ અને આ સ્તવના કર્તાનું નામાભિધાન જણાવે છે–
• ચીનં - અને વળી) જે (ભક્તજન) આ સ્તવને.. ૦ ૩: - જે, જે ભક્તજન (એવો મંત્ર સાધક) ૦ ૧ - અને, આ અવ્યય અહીં વિષયનું અનુસંધાન જણાવે છે. ૦ નં - આને, આ સ્તવ અથવા સ્તવનને. • પતિ સવા - હંમેશાં (વિધિપૂર્વક) ભણે છે - પાઠ કરે છે. - આ સ્તવનનો નિત્ય પાઠ કરે છે કે ભણે છે.
• કૃતિ ભવતિ વા યથાયો - વિધિપૂર્વક સાંભળે છે અથવા મનન કરે છે.
૦ શ્રણોતિ એટલે વિધિપૂર્વક બીજા પાસેથી સાંભળવું. ૦ ભાવયતિ એટલે ભાવના કરે છે, મનન કરે છે. ૦ વા - અથવા (ભણે, સાંભળે અથવા મનન કરે). ૦ યથાયોri - યોગ પ્રમાણે, મંત્રયોગના નિયમ પ્રમાણે.
– મંત્રની સિદ્ધિ માટે “ભાવ” એ ખાસ આલંબન છે. તેથી જ કહેવાયું છે કે, “ભાવ દ્વારા સર્વ પ્રકારના લાભો મળે છે, ભાવ દ્વારા દેવના દર્શન થાય છે અને ભાવથી પરમજ્ઞાન મળે છે માટે ભાવનું અવલંબન લઈને સાધના કરવી જોઈએ.
– ઘણાં પ્રકારના જાપ અને હોમ કરવામાં આવે, અનેક પ્રકારે કાયકલેશો કરવામાં આવે પણ જો “ભાવ” ન હોય તો દેવ, યંત્ર અને મંત્ર ફળ દેતા નથી.
• સ હિ શાંતિપર્વ વાયાહૂ - તે જરૂરથી શાંતિપદને પામે. ૦ શાંતિ - કલેશરહિત સ્થિતિ
૦ પદ - સ્થાન - જ્યાં કર્મરૂપ કલેશ લેશમાત્ર નથી તેવું સ્થાન - તે મોક્ષ. • સૂરઃ શ્રીમાનેદેવશ તથા આ સ્તોત્રના રચયિતા શ્રી માનદેવસૂરિ પણ