________________
૮૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ - સામાન્યથી મહાદેવીની સ્તુતિ આ વિશેષણથી કરાય છે.
• વિગરે સુખ પરાનિતે - હે વિજયા ! હે સુજ્યા ! હે અજિતા ! (પરાપર અને બીજાના રહસ્યો વડે) બીજાથી ન જિતાયેલી
૦ વિજયે - હે વિજયા દેવી ! - હે દેવિ ! તું વિજયા છે, કેમકે અસહિષ્ણુનો પરાભવ કરે છે. – સિદ્ધચંદ્રગણિ કૃત્ શાંતિસ્તવ ટીકામાં તેનો અર્થ કર્યો છે–
“અન્ય અસહિષ્ણુઓનો પરાભવ તે “વિજય’ તે જેને પ્રાપ્ત થયો છે એવી દેવી તે ‘વિજયા'.
૦ સુજયે - હે સુજયા દેવી ! – હે દેવી! તું સુજ્યા છે કેમકે તું સુંદર રીતે જય પામે છે. - ધર્મપ્રમોદગણિ કૃતુ શાંતિસ્તવ ટીકામાં કહ્યું છે કે
સુંદર છે જય જેનો તે સુજ્યો.” ૦ અજિતે - હે અજિતાદેવી ! – હે દેવી ! તું અજિતા છે કેમકે કોઈથી જીતાતી નથી. - ધર્મપ્રમોદગણિ કૃત્ શાંતિ સ્તવ ટીકામાં કહ્યું છે કે“ન જિતાયેલી એવી તે અજિતા' ૦ પરાપરૈઃ - પર-અપર અને બીજા રહસ્યો વડે. કોઈપણ વડે.
• પરણિત ત્યાં - કોઈપણ સ્થાને પરાભવ ન પામેલી એવી હે અપરાજિતા ! પૃથ્વીને વિશે (વિજય પામો)
૦ અપરાજિતે - હે અપરાજિતા દેવી ! – હે દેવી! તું અપરાજિતા છે, કેમકે કોઈથી પરાજિત થતી નથી. - ધર્મપ્રમોદગણિ શાંતિસ્તવની ટીકામાં જણાવે છે કે
“કોઈની આગળ પરાજય નહીં પામેલી - હારી નહીં ગયેલી એવી દેવી તે અપરાજિતા દેવી.
- આ પદ પૂર્વના વિજયા, સુજ્યા, અજિતા સાથે સંબંધિત છે. ૦ જગત્યાં - ભુવનમાં, લોકમાં, પૃથ્વીને વિશે.
• ગતિ ગયા મતિ - એ પ્રમાણે સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને જય આપનારી (દેવી, તમને નમસ્કાર થાઓ.) ૦ જયતિ - જય પામે છે
૦ ઇતિ - એ પ્રમાણે, તેથી ૦ જયાવાડે - હે જયાવા દેવી ! – હે દેવી ! તું જયાવહા છે કેમકે જયને લાવનારી છે. – ધર્મપ્રમોદગણિ કૃત્ શાંતિસ્તવ ટીકામાં જણાવે છે કે
“જયને કરાવે છે, બીજાઓને સારી રીતે જય પમાડે છે, તેથી તું જયાવહા (દેવી) છે.
– આ પદ વિજયા, સુજ્યા, અજિતા, અપરાજિતા સાથે જોડવું.