________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ ૦ શાંત - શાંતિને માટે, ઉપસ્થિત ભયો અને ઉપદ્રવોના નિવારણ અર્થે, વ્યંતર કે શાકિનીએ કરેલા ક્રોધના સ્તંભન માટે.
– અહીં ક્રોધનું સ્તંભન મંત્રપદોથી કરવામાં આવે છે. ૦- તૌનિ - વર્ણવું છું, સ્તુતિ કરું છું.
– ગુણવિનય કૃત્ શાંતિસ્તવની ટીકામાં જણાવે છે કે, સૌમિ એટલે વર્ણન કરું છું.
૦ અન્વય પદ્ધતિએ ગાથા-૧નો પરિચય :
લઘુશાંતિ સ્તવના ટીકાકાર પહેલી ગાથાને “મંગલાદિ રૂપે પ્રયોજાયેલી હોવાનું જણાવે છે–
મંગલાદિ – શબ્દનો અર્થ મંગલ, અભિધેય, વિષયસંબંધ અને પ્રયોજન - - એ પ્રમાણે થાય છે.
આ મંગલ આદિ ચારે વસ્તુને સ્તવકર્તાએ પહેલી ગાથામાં દર્શાવેલી છે. તે આ પ્રમાણે જાણવી–
(૧) શાંતિ, નમસ્કૃત્ય - એ બે પદો “મંગલ-સૂચક' છે.
(૨) શાંતિ નિમિત્ત, સ્તૌમિ - આ બે પદો “શાંતિ-સ્તવએવા અભિધેયના સૂચક છે.
(૩) “મન્નપદે:" - આ પદ “મંત્રપદ પૂર્વકની સ્તુતિ" એવા વિષયનું સૂચન કરે છે.
(૪) સ્તોતુ, શાંતયે – આ બે પદો “શાંતિ કરવાના પ્રયોજનને સૂચવે છે. આ ગાથામાં ક્રિયાપદ છે. તૌમિ-એટલે આવું છું, વર્ણવું છું. - વર્ણવું છું, પણ કોને ? શાંતિના કારણને - સાધનને. - કેવી રીતે વર્ણવે છે ? મંત્રગર્ભિત પદો વડે. – શા માટે વર્ણવે છે ? સ્તુતિ કરનારાઓની શાંતિને માટે, – શું કરીને વર્ણવે છે ? શાંતિનાથને નમસ્કાર કરીને.
– શાંતિનાથ ભગવંતને નમસ્કાર શા માટે કરે છે ? કેમકે (૧) તેઓ શાંતિના સ્થાનરૂપ છે, (૨) શાંતરસથી યુક્ત છે, (૩) શાંત થયેલા અશિવ કે ઉપદ્રવવાળા છે.
– શાંતિનાથ ભગવંતના ઉક્ત ત્રણે વિશેષણો સાર્થક છે.
કારણ કે – (૧) તેમના કષાયો સર્વથા ક્ષીણ થયેલા હોવાથી તેઓ શાંતિના સ્થાનરૂપ'' કહેવાય છે અથવા તેઓ શાંતિદેવીના આશ્રયસ્થાનરૂપ હોવાથી “શાંતિના સ્થાનરૂપ” કહેવાય છે.
(૨) તેઓ શાંતરસથી યુક્ત અથવા પ્રશમરસમાં નિમગ્ન હોવાથી “શાંત” કહેવાય છે.
(૩) કર્મનો સર્વ ક્લેશ અથવા ઉપદ્રવોને સર્વથા ટાળેલો હોવાથી તેઓ “શાંતાશિવ' કહેવાય છે.