________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
ભૂમિકા રજૂ કરીએ છીએ
– આ સ્તવ અથવા સ્તવનને શાંતિનાથનું સ્તવ અથવા શાંતિ માટેનું સ્તવ કહેવાય છે. આ સ્તવની ગાથા-૧૬માં સ્તવના રચયિતા માનદેવસૂરિએ તવ: ફશાન્તઃ' એ પદો લખ્યા છે. એ રીતે આ સ્તવને “શાંતિસ્તવ' નામે ઓળખાવેલ છે.
- વિક્રમ સંવત ૧૩૩૪માં શ્રી પ્રભાચંદ્રસૂરિ દ્વારા રચિત પ્રભાવક ચરિત્રમાં “શ્રી માનદેવસૂરિ પ્રબંધ''માં આ સ્તવને “શાન્તિ સ્તવન” તરીકે ઓળખાવતા લખ્યું છે કે
શ્રી શાન્તિ-સ્તવનામä ઇત્યાદિ ગાથા-૭૩.
શ્રી “શાંતિસ્તવન' નામના ઉત્તમ સ્તવનને લઈને તું સ્વસ્થતાપૂર્વક તારા સ્થાને જા, તેથી તને ઉપદ્રવોની શાંતિ થશે.”
તેની સામે માનદેવસૂરિના જ ગચ્છની - શાખામાં થઈ ગયેલા એક વિદ્વાનું મુનિરાજશ્રી એ માનદેવસૂરિની સ્તુતિ કરતી વખતે આ સ્તવનને સ્પષ્ટ રીતે “શાંતિ સ્તવ' નામથી જ ઓળખાવેલ છે તે માટે રચેલ શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છે
નાડૂલએટલે રાજસ્થાન-મારવાડમાં આવેલા નાડોલ નામક નગરમાં ચોમાસું કરનારા અને સુવિડિતોના ક્રમ માર્ગના દીપક જેવા – મંત્રશાસ્ત્રોમાં પારંગત એવા માનદેવ સૂરિએ - પ્રબળ ભયંકર મરકીના ભયને દૂર કરનારું “શાંતિ સ્તવ” શાકંભરી નામના નગરથી આવેલા સંઘની વિનંતીથી બનાવ્યું.
તપાગચ્છ નાયક એવા ગુણરત્નસૂરિએ વિક્રમ સંવત-૧૪૬૬માં રચેલા ક્રિયારત્નસમુચ્ચય નામના ગ્રંથના અંતે ગુરુપર્વક્રમ-વર્ણનાધિકારના શ્લોક-૧૨માં પણ આ સ્તવને “શાંતિસ્તવ” નામથી ઓળખાવેલ છે.
આ શ્લોકનો અનુવાદ કરતાં કહી શકાય કે
પદ્મા, જયા વગેરે દેવીઓથી નમન કરાયેલા, નડ્રલપુરી અર્થાત્ રાજસ્થાન-મારવાડની ગોલવાડ પંચતીર્થિમાં આવતા નાડોલમાં રહેલા જે માનદેવસૂરિએ “શાંતિસ્તવ' થી શાકંભરી પુરમાં પ્રગટેલી મારી અર્થાત્ મરકીની વ્યાધિને કરી હતી એટલે કે દૂર કરી હતી.
તપાગચ્છાધિપતિ એવા મુનિસુંદર સૂરિએ વિક્રમસંવત- ૧૪૬૬ કે ૧૪૯૯લ્માં રચેલી ગુર્નાવલીના શ્લોક ૩૦ થી ૩૪માં ગુરુ માનદેવસૂરિનું સંસ્મરણ કરેલું છે. તેમાં તેઓ જણાવે છે કે, તેમણે અર્થાત્ માનદેવસૂરિએ રચેલા આ શાંતિસ્તવથી મારી-મરકીની વ્યાધિને દૂર કરી હતી.
આ શ્લોકનું ભાષાંતર આ પ્રમાણે છે
“ભગવંત મહાવીરની પટ્ટ-પરંપરામાં થયેલા એવા માનદેવસૂરિજી, જેઓએ વર્ષાવાસ રૂપે નાડોલપુરમાં ચોમાસુ રહેવા છતાં પણ શાકંભરી નામના નગરમાં ઉત્પન્ન થયેલી મારિ અર્થાત્ મરકીને, તે નગરથી આવેલા શ્રાદ્ધ ગણની પ્રાર્થનાથી રચેલા “શાંતિ-સ્તવથી” દૂર કરી હતી.
વિજયવિમલ ગણિવરે “ગચ્છાચાર' નામક પ્રકિર્ણક-આગમની જે ટીકા