________________
અઙ્ગાઈજ્જસુ-સૂત્ર-વિવેચન
૪૯
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૬, તેની વૃત્તિમાં શાંત્યાચાર્યજી જણાવે છે કે, ગુચ્છગ એટલે પાત્રાની ઉપર રહેતું એવું એક ઉપકરણ વિશેષ. આ વાત પડિલેહણ વિધિમાં પણ આવે છે.
ઓઘનિર્યુક્તિમાં પાત્ર સંબંધી સાત વસ્તુઓનો ઉલ્લેખ છે. જેનો ઉલ્લેખ આ સૂત્રમાં હિન્હ શબ્દથી થયો છે.
જે ઝોળી સ્વરૂપે પાત્રને લેવામાં ઉપયોગી છે. પડિલેહણાદિ વખતે જેના પર પાત્ર રખાય છે.
(૧) પાત્ર (૨) પાત્ર બંધ (૩) પાત્ર સ્થાપન (૪) પાત્ર કેસરિકા - વર્તમાનકાળે પુંજણી સ્વરૂપે મળે છે તે. (૫) પલ્લાં-પડલા - ભિક્ષાગમન કાળે પાત્રને ઢાંકવાના વસ્ત્રો રૂપ. (૬) રજસ્રાણ રજથી રક્ષણ કરવા માટે પાત્ર બાંધવાનું વસ્ત્ર વિશેષ. (૭) ગુચ્છગ - ઝોળીની ઉપર-નીચે રખાતું ઉની વસ્ત્ર વિશેષ. આ સાત પાત્રસંબંધી ઉપકરણો છે.
-
-
-
૦ પઙિાહ જેને સંસ્કૃતમાં પ્રતિગ્રહ કે પતાહ કહે છે. તેનો અર્થ ‘પાત્ર’ થાય છે. “પડતા આહાર પાણીને જે ગ્રહણ કરે તે પતા કહેવાય. સામાન્ય ભાષામાં તેને પાતરા કહે છે.
-
આ પાત્ર કાષ્ઠના હોવાનો વ્યવહાર સ્વીકૃત છે અને તે જ પરંપરા છે. દશવૈકાલિકસૂત્ર-૧૭૬ની વૃત્તિમાં ‘પડિગ્ગહ’નો અર્થ ‘ભાજન' કર્યો છે, દશવૈકાલિકની વૃત્તિ તથા યતિદિનચર્યામાં ગાથા-૨૦૪, ૨૦૫માં જણાવ્યું છે કે, સાધુઓને તુંબડાનું, લાકડાનું, માટીનું પાત્ર અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને જઘન્ય કહ્યું છે.
આવશ્યક વૃત્તિકાર કહે છે કે, આવું દ્રવ્યલિંગ તો નિહ્નવ આદિને પણ હોય છે. તેથી તેનું નિવારણ કરવા હવે ભાવલિંગને જણાવે છે— ૦ પંચમહવ-ધારા :- પાંચ મહાવ્રતોને ધારણ કરનારા.
-
પંચમહવ્વય શબ્દનું વિવેચન સૂત્ર-૨ ‘પંચિંદિય’માં જોવું.
- ભાવલિંગમાં પ્રત્યેકબુદ્ધોનો પણ સંગ્રહ કરવા માટે આગળ બીજું વિશેષણ મૂકે છે ‘અઠારસ-સહસ્સ-સીલંગ-ધારા'' કેમકે પ્રત્યેકબુદ્ધમાંના કેટલાક સાધુ ભગવંતો રજોહરણાદિ ધારક નથી પણ હોતા.
ગટ્ટારસ-સહસ્સ-સીનંગ-ધારા :- અઢાર હજાર શીલાંગને ધારણ કરનારા, (એવા સાધુ મહારાજોને)
० अट्ठारस અઢાર
० सहस्स હજાર
૦ સીત્તુંગ - શીલના અંગ, શીલના ભાગ, ચારિત્રના વિભાગ આવશ્યકસૂત્ર-૩૪ના વિવરણમાં અઢાર હજાર શીલાંગને સ્પષ્ટ કરવા માટે એક ગાથા જણાવેલ છે. તે આ પ્રમાણે—
યોગ, કરણ, સંજ્ઞા, ઇન્દ્રિય, પૃથ્વીકાયાદિ અને શ્રમણધર્મ એ રીતે શીલના અઢાર હજાર અંગોની સિદ્ધિ થાય છે.
વૃત્તિકાર મહર્ષિ આ ગાથાનું સ્પષ્ટીકરણ કરતા કહે છે કે–
4