________________
અષ્ટાવક્ર ગીતા.
અર્થ. ઈશ્વરજ સર્વના નિર્માતા છે બીજું કાઈ નથી, એવા નિશ્ચયવાળા પુરુષ પાતાની સર્વે અંતર આશાએ ગાળી નાંખી શાંત થાય છે ને જગતમાં કહિ પણ આસક્ત થતા નથી. પરમાત્મા ને જીવાત્મા.
७८
ટીકા. આગળ ઘણીવાર કહેવાયું કે આત્મા એક છે, નિર્વિકાર છે અને અપરિચિત છે, તેમ છતાં અહિં ઈશ્વરને સર્વ નિર્માતા કહેવામાં ક્રમ આવે છે? એવી શંકાના સમાધાનમાં કહે છે કે, ઈશ્વર સચ્ચિદાનંદ બ્રહ્મ તેા એકજ છે, નિર્વિકારી છે, પરંતુ તેની સત્તાએ કરીને-માયાને લીધે પરમાત્મા અને જીવાત્મા એવા ભેદ પડે છે. પરમાત્મા સર્વે શક્તિમાન હોવાથી તેની સત્તાએ માયા જગત ઉત્પન્ન કરે છે. અને પરમાત્માના અંશસ્વરૂપ ચેતનથી ફારીરાદિક અલ્પ સત્તાવાન હોવાથી પોતપાતાનાં કામ કરે છે, તેથી કરીને સહુજ બુદ્ધિવાળા લાકા જગત તથા જગતમાંની સર્વ વસ્તુઓના કત્તા તેને માને છે. જો કે તે પાતે તા અકર્તાજ છે અને અકર્તાજ રહે છે. આગળ લાહુ અને ચુંબકનું દૃષ્ટાંત આપ્યું તેમ પરમાત્મા અને જીવાત્માની સત્તાએ વડે કરીને કાર્ય થાય છે, તેમ છતાં તેમની અદ્રિતીયતાને બાધ આવતા નથી. બ્રહ્મ છે તે તા-સર્વનામ પામામપંચાધ્યામા ધનવં પ્રક્ષેત્વ એટલે કે સર્વ નામરૂપાત્મક પ્રપંચના અધિષ્ઠાનરૂપ તે બ્રહ્મ; અને વિદ્યા સાર્વતિઃ યુદ્ધઃ અવિદ્યાના કાર્યરહિત જે હ્મ તે શુષહ્મ છે. અવિદ્યાના અંશવાળાં જે અંતઃકરણ તે અનેક છે ને તે અનેક ચેતનથી પ્રતિબિંબિત છે. આ બ્રહ્માંશરૂપ જે ચેતન તેના ત્રણ પ્રકાર છે. ૧ વિષયચેતન, ૨ પ્રમાણચેતન અને ૩ પ્રમાતૃચેતન. આકાશ ટમાદિ ઉપાધિમાં નાના પ્રકારનું જણાય છે, તેમ ચેતન પણ વિવિધ અંતઃકરણામાં વિવિધરૂપે દૃશ્યમાન થાય છે; પણ પરમાત્માને તેની સાથે કંઈ સંબંધ નથી; એમ જાણી હું જનક ! આત્મસ્વરૂપને ઓળખ.