________________
૬૨.
અષ્ટાવક્ર ગીતા. તરંગો ઉત્પન્ન થાય છે. એ તરંગે ઉત્પન્ન થાય અગર આરત થઈ જાય તેથી મારામાં કંઈ વૃદ્ધિ કે ક્ષતિ થતી નથી.
ટીકા. સમુદ્ર અને તેમાંના તરંગના દષ્ટાંતથી કહે છે કે જેમ તરંગ થવાથી કે તે લય પામવાથી સમુદ્રને કશી અસર થતી નથી, તેમ આત્મા જે અખંડ નિર્વિકારી છે તેને પણ જગત ઉત્પન્ન ચાઓ કે લય પામે તેથી કંઈ લાભ હાનિ-વૃદ્ધિ કે ક્ષતિ થતી નથી. સમુદ્ર તો ભરતી ઓટ થવા છતાં પણ એકસ્વરૂપે જ રહે છે. તેને કંઈ પણ લાગતું વળગતું નથી, તેમ આત્માને આ જગતના પ્રચય કંઈ લાગતું વળગતું નથી.
मध्यनंतमहांभोधा, विश्वं नाम विकल्पना । अतिशांतो निराकार एतदेवाहमास्थितः ॥११॥
અર્થ. મારારૂપી મહાસાગરમાં વિશ્વરૂપી કલ્પના માત્ર નામરૂપજ છે. હું તે નિરાકાર અને અતિ શાંત છું. એક આત્મામાંજ આસ્થિત-રિથતિ કરીને કહેલ છું.
ટીકા. સમુદ્રમાં જેમ તરંગાદિ થાય છે તેમ આત્મામાં જગતની કલ્પના કરેલી તે પણ ના પાડતાં કહે છે કે આત્મા તે તદન અલગ છે. આત્મામાં જગતની કલ્પના પણ સંભવિત નથી. એનું અનંત સ્વરૂપ નિરાકાર છે અને એને કોઈને સ્પર્શ માત્ર પણ સંભવ નથી. વેદાદિમાં આત્માને નિરાકાર અને નિરંજન સ્વરૂપ જણાવેલ છે તેની જનકના હૃદયને ખાતરી થઈ છે તેથી તે પોતે મહાસમુદ્રના દષ્ટાંતથી પોતે સર્વ પ્રપંચથી અલિપ્ત છે, એનું કહે છે. પિતાના નિરાકાર નિરંજન સ્વરૂપની પ્રતીતિ બતાવે છે.
नात्माभावेषु नो भावस्तत्रानंते निरंजने । इत्यसक्तोऽस्पृहः शांत एतदेवाहमास्थितः ॥ १२ ॥