________________
૨૦
અષ્ટાવક્ર ગીતા.
ટીકા. જનકના આત્માને સંખેાધીને કહેતા હૈાય તેમ કહે છે કે, હે આત્મન્ ! તારા ચેતનવડે આખું વિશ્વ ચેતનવાળું છે, તું રૂપી સૂત્રમાં મણકાઓની માફક તે પરોવાયેલું છે અને તું પાતે તા શુદ્ધ અને મુદ્ધ સ્વરૂપ છે તેા પછી સંસારી ભ્રમમાં પડી ‘ આ મારું ’ એવી ક્ષુદ્રચિત્તતા શા માટે કરે છે? તને ક્ષુદ્રચિત્તતા-પ્રાકૃતતા ઘટતી નથી. તારા સંકલ્પ માત્રથી જેની ઉત્પત્તિ છે. તેમાં તું પોતેજ ભૂલા પડે, એ તને ટિત નથી. હું જનક ! તમે પણ આ સંસારને મિથ્યા માની પેાતાના આત્મામાં લીન થાઓ. જગત તા માયાકૃત છે અને તમે તે! શુદ્ધ ચૈતન્ય સ્વરૂપા માટે એ સ્વરૂપને ઓળખો, એનું ચિંત્વન કરી ને શાંત થાઓ.
निरपेक्षो निर्विकारो निर्भर: शीतलाशयः । अगाधबुद्धिरक्षुब्धो भव चिन्मात्रवासनः ।। १७ ॥
અર્થ. તુ અપેક્ષા રહિત, વિકાર રહિત, નિર, ચિદૂધન સ્વરૂપ અને શાંત શિતલ હૃદયના છે; તુ અગાધ બુદ્ધિવાળા અને ક્ષેાભ પામે એવા ના, માટે ચૈતન્ય ઉપર નિષ્ઠાવાળા થા. ૧૭
ધર્માધર્મ આત્માના નથી.
ટીકા. જનક! આત્મા અપેક્ષા રહિત છે. તેને કા વિકાર થતા નથી, અર્થાત્ અને ક્ષુધા, તૃષા, શાક, મેાહ, જન્મ અને મરણ નથી. આ છ ધર્મોમાં સુધા ને તૃષા પ્રાણના ધર્મ છે; શાક અને મા મનના ધર્મ છે અને જન્મ તથા મરણ ના ધર્મ છે. આત્માના ધમેમાં તે નથી. આત્મા તે ઉત્પન્ન થતા નથી, ઘસાતા કે ક્ષીણ થતા નથી અને નાશ પણ પામતા નથી. આત્મા છે તે તે આ બધા ધર્માંના સાક્ષી દ્રષ્ટા છે. આત્માને એ ધર્માની અસર નથી. જેને એવી અસર થાય છે તે નાશવાન વસ્તુ-વ્યક્તિ જાણવી. આત્મા અવિ