________________
અધ્યાય ૧૭ મો.
આત્મત્વ મહિમા. मुक्तो यथास्थितिस्वस्थः कृतकर्तव्यनिवृतः । समः सर्वत्र वैतृष्णान ममदत्यकृतंकृतम् ॥ १॥
અર્થ. મુક્ત પુરુષ કર્માનુસાર જે પ્રાપ્ત થયું હોય તેમાં સ્વસ્થ રહે છે, કરેલા અને કરવાના કામમાં સદા સંતોષી રહે છે, સર્વત્ર સમતાવા, તૃષ્ણ રહિતતામાં અકૃત, અને કરેલા કર્મને નહિ સંભારતે એ થઈને રહે છે.
न मीयते वन्द्यमानो निन्द्यमानो न कुप्यति । नैवोद्विजति मरणे जीवने नाभिनन्दति ॥२॥
અર્થ. જ્ઞાની પુરુષ વંદન થતાં આનંદ પામતે નથી –રાજી થતું નથી અને નિદા થતાં કેપ કરતા નથી, મરણ માટે ઉગ કરતા નથી ને જીવવાથી આનંદ પામતો નથી.
न धावति जनाकीर्ण नारण्यमुपशान्तधीः । यथा तथा यत्र तत्र सम एवावतिष्ठति ॥३॥
અર્થ. શાંત બુદ્ધિવાળે પુરુષ વસ્તીમાંથી કે વનમાંથી નાસી છૂટતે નથી, અને જે તે ઠેકાણે સદા સર્વદા એક સરખા સ્વરૂપમાં રહે છે. સોંપાધિ મુક્તતા.
तत्वविज्ञानसंदंशमादाय हृदयोदरात् । नानाविधपरामशल्योदारः कृतो मया ॥४॥ અર્થ. જનક–હે મુનિવર ! આપની પાસેથી તત્વ