________________
૧૪૮
અષ્ટાવક્ર ગીતા.
જોવા છતાં જોતા નથી, ખેલવા છતાં ગણતા નથી ? આવા તા એક નિર્વાસન પરમાત્મા-જીવન્મુક્ત જ છે.
मिक्षुर्वा भूपतिर्वापि यो निष्कामः स शोभते । भावेषु गलिता यस्य शोभनाऽऽशोभना मतिः ॥ ५ ॥
અર્થ. સર્વે ભાવામાંથી ગલિત થઈ છે મતિ જેની, અને તેમ થવાથી જે નિષ્કામ અનેલા છે, જે શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠ ગમે તેવી સ્થિતિમાં પેાતાને શાલતા જ માને છે, તે મહાત્મા ભિક્ષુ હા વા રાજા હૈા તાપણુ એક સરખાજ છે. રાજત્વથી તે રાજતા નથી અને દૈન્યથી કંગાલ મનતા નથી, એટલે શેાભા અશેાલાને જે લેખાવતા નથી તેજ આ જગતમાં શાભા તથા માનને ચેાગ્ય પુરુષ છે.
ખરા યાગી
क स्वाच्छन्यं क संकेाचः क वा तस्यविनिश्चयः । निर्व्याजार्जवभूतस्य चरितार्थस्य योगिनः ॥ ६ ॥
અર્થ. નિષ્કપટ અને સરલ રૂપ તથા યથાચિત ચેાગી ક્યાં અને તેને વળી સ્વચ્છંદ શે, તેમ સંકાચ શા? વળી આત્મજ્ઞાનીને તત્ત્વના નિશ્ચય પણ શે ? કંઈ જ નહિ. आत्मविश्रान्तिसेन निराशेन गतार्तिना । अन्तर्यदनुभूयेत तत्कथं कस्य कथ्यते ॥ ७ ॥
અર્થ. આત્મામાં વિશ્વાસ કરવાથી તૃપ્ત અને આશાના ત્યાગ કરવાથી જેનું દુઃખ ગયેલું છે તથા જેને અંતમાં અનુભવ થયેલા—અર્થાત્ સાક્ષાત્કાર થયેલા છે એવા મહાત્માને કાણુ અને કેવી રીતે જ્ઞાન કહેવાય.