________________
અધ્યાય ૧૩ મે.
૧૩૩ મેળવે છે, સ્વાતંત્ર્યથી નિવૃત્તિ પ્રાપ્ત કરે છે, અને સ્વાતંત્ર્યથીજ પરમપદને પ્રાપ્ત થાય છે. ' કયારે વૃત્તિઓ ક્ષીણ થાય છે?
अकुर्तृत्वमभोक्त्वं स्वात्पनो मन्यते यदा । तदा क्षीणा भवत्येव समस्तावित्तचया ॥ १४ ॥
અર્થ. જ્યારે જ્ઞાની પુરુષ પોતાના આત્માને કર્તૃત્વ, લેતૃત્વ નથી એમ માને છે, ત્યારે તેની સમસ્ત વૃત્તિઓ ક્ષીણ થઈ જાય છે.
ટીકા. એમ કહે છે કે જ્યારે આપણે આપણું આત્માને અકર્તા અજોક્તા માનીએ, ત્યારે ચિત્તવૃત્તિઓ એની મેળે જ ક્ષીણ થઈ જાય છે. આ કથન તો યોગ્ય છે, પરંતુ ચિત્તની વૃત્તિઓ મોટા પડિતાથી પણ ક્ષીણ થઈ શકતી નથી. મોટા મોટા જ્ઞાની કથાકાર પુરાણીઓ અને તત્ત્વનો બોધ દેનારા પણ વૃત્તિઓને વશ રાખી શક્યા નથી. ધર્મ શાસકારોએ આથી કરીને એમ ઠરાવ્યું છે કે, પ્રાપ્ત થયેલા સંસારમાં રહી ભોગ ભોગવીને વૃત્તિઓને ક્ષીણ થવા દેવી અને પછી જ્યારે કરીને ઘેર છોકરાં થાય અને માથે ધોળાં આવે ત્યારે સંસારનો ત્યાગ કરી વનમાં જઈ રહેવું. આ અવસ્થામાં પણ જે સ્ત્રી જીવતી હોય તો તેને સાથે રાખવી અને બન્નેએ મિત્રની માદક રહેતાં જ્ઞાન મેળવવાનો ઉદામ રાખવો, ઉપદેશ સાંભળવા અને એમ કરતાં કરતાં જ્યારે સ્ત્રી મરી જાય કે અત્યંત વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સંન્યાસ (સત્યાગ), પ્રહણ કર. ગામ કે શહેરનો વાસ નાના વૈભવવાને હાઈ ઇંદ્રિયો શિથિલ થવા છતાં મન હમેશ જુવાન રહેતું હોવાથી વૈભવ જોઈ ભોગની વૃત્તિ ઉત્પન્ન કર્યા વગર રહેતા નથી, માટે ત્યાગીને વનવાસ બતાવેલ છે. વનમાં રૂપરંગ વગેરે કંઈ નજરે પડતું નથી ને વૃત્તિને ઉકેરણું થતી નથી. ॥ति भीमाशगीदाय संसारमोच्छेदकोनाम
प्रयोदशोऽध्याय स्वतः