________________
અધ્યાય ૧૧ મે.
૧૨૧
થયેલા છે તે કાને ચિંતે ? અર્થાત્ તેને ચિંતનનું પણ પ્રયાજન રહેતું નથી.
दृष्टो येनात्मविक्षेपो निरोधं कुरुते त्वसौ । उदारस्तु न विक्षिप्तः साध्याभावात्करोति किम् ॥ १६ ॥
અર્થ. જેને આત્મવિક્ષેપ જોવાયા હોય તે નિરાધ કરે છે, પરંતુ જે ઉદાર પુરુષ વિક્ષેપરહિત હાય તેને સાધ્યના અભાવે શું કરવું ? અર્થાત્ જેને કશું સાધ્ય કરવાનું રહ્યુંજ નથી તે શામાટે મનના વિરોધ કરે? જ્ઞાનીને માટે ચેગ રીતિનું પણ પ્રત્યેાજન નથી.
॥ इति श्रीमदष्टावक्रगीतायां वासनात्यागोनाम एकादशोऽध्यायः समाप्त ॥