________________
અધ્યાય ૧૧ મે.
૧૫ અર્થ. કર્મજન્ય દુઃખરૂપી સૂર્યની વાળાથી જેના અંતરાત્મા દગ્ધ થયેલે છે એવા પુરુષને, શાંતિરૂપી અમૃતની ધારાએવાળી વૃષ્ટિ વગર સુખ ક્યાં છે? અર્થાત્ કર્તવ્ય કરવાના દુઃખમાં બળી રહેલા માણસને માટે પ્રશમરૂપી અમૃતની વૃષ્ટિ સિવાય બીજે કહિં સુખ નથી.
भवायं भावनामात्रो न किंचित्परमार्थतः। नास्त्यभावः खभावानां भावाभावविभाविनाम् ॥३॥
અર્થ. આ ભવ–સંસારભાવના–સંક૯૫ માત્ર છે, પરમાર્થ દૃષ્ટિએ જોતાં કંઈ નથી; કેમકે, ભાવ ને અભાવરૂપ પદાર્થોમાં રહેલા સ્વભાવને કદી પણ અભાવ થતો નથી.
ટીકા. આ જગત સંક૯૫જન્ય છે. પરમાર્થ દૃષ્ટિએ એમાંનું કંઈ સત્ય નથી. સત્ય તો એક પરમાત્માજ છે. ભાવ અને અભાવમાં રહેલા સ્વભાવનો અભાવ છે નહિ. મનોરથ અને સ્વમ ભાવ કે અભાવ નહિ હોવા છતાં પણ તે ભાવ થાય છે. અર્થાત ભાવ અને અભાવ બેઉ સ્વભાવમાં રહેલા છે, પરંતુ તે સંકજન્ય અને મિથ્યા છે. જગત પણ એવું જ અસત્ય છે, એટલે તેને જ્ઞાનથી અભાવ ઉત્પન્ન કરવા જોઈએ. જ્યાં સુધી જગતના પ્રપચમાં ભાવ છે ત્યાં સુધી મુક્તિ વગળીજ છે, માટે પ્રપંચનો ત્યાગ કરવો જોઈએ.
न दूरं न च संकोचाल्लब्धमेवात्मनः पदम् । निर्विकल्पं निरायासं निर्विकारं निरंजनम् ॥ ४॥
અર્થ. નિરંજન, નિર્વિકાર, નિરાયાસ અને નિર્વિકલ્પ એવું આત્માનું પદસ્વરૂપ સંકે ચલબ્ધ કે દૂર નથી, પરંતુ એજ્ઞાનથી તે પ્રાપ્ત થતું નથી માટે જ્ઞાનથી તેની પ્રાપ્તિ કરવી