________________
જી
મહાસતી સીતાજી
આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજ
મહાસતી સીતાજી (શીયાડા)
(૧) રાવણ સીતાજીનું અપહરણ કરાવીને ભોગ માટે મનાવે છે, ઝવેરાતની લાલચો આપે છે, મંદોદરી વગેરે રાયણની રાણીઓ પણ સીતાજીની દાસીઓ બનવા તૈયાર થાય છે. પણ સીતાજી રાવણને આંખથી જોવામાં પણ પાપ માને છે. ધન્ય સતી પણું! (ર) લંકાને જીત્યા બાદ અોધ્યામાં આવેલાં સીતાજીઉપર લોકો કલંક ચઢાવે છે, ત્યારે રામચેંજી કપટથી ગર્ભવતી સીતાનો જંગલમાં ત્યાગ કરાવે છે. ત્યારે સીતાજી સંદેશો મોકલે છે કે “હું આર્યપુત્ર! લોકોની વાતોથી ભ્રમિત થઈ મને તજી દીધી તેમ વીતરાગના ધર્મનો ત્યાગ કરશો તો મોક્ષ નહિ મળે કેવી પતિભકિત! (૩) સીતાજીના પુત્રો લવ અને કુશ માતાનું પિતાથી અપમાન થયેલું જાણીને રામ-લક્ષ્મણની સાથે યુધ્ધ કરે છે. રામ તેમને અજેય જાણી ચકિત થાય છે અને પછી પોતાના પુત્રો જાણી પ્રસન્ન થાય છે. લોકોમાં સીતાજીના સતીપણાની ખાત્રી કરાવવા રામ સીતાજીને અગ્નિમાં પ્રવેશ કરાવે છે. શિયળના મહિમાથી અગ્નિકુંડ એ પાણીની વાવ બની જાય છે અને વચ્ચે સુવર્ણકમળ ઉપર સીતાજી બિરાજે છે. (૪) રામ-લક્ષ્મણ અને લવ-કુશ સીતાજીને મહેલમાં પધારવા અત્યંત આગ્રહ કરે છે, પણ કર્મની વિષમતા અને સ્નેહની અનિત્યતા જાણી કર્મક્ષય માટે દીક્ષા લેતાં સીતાજી કેશનો લોચ કરે છે, તે જોઈ રામચંદ્રજી મૂર્છા પામે છે. (૫) સિંહ સમા બે પુત્રોનો, પતિનો, મહારાણી પદનો ત્યાગ કરી દીક્ષિત થયેલાં સીતાજી તપ-સંયમનું પાલન કરી બારમા દેવલોકમાં ઈન્દ્ર બને છે. ધન્ય સીતાજી!