________________
વસ્તુપાલ-તેજપાલ (દાન-સંઘભકિત)
વસ્તુપાલ-તેજપાલ
(દાન-સંઘભકિત)
જ
આ
(૧-૨) મહાગુજરાતના મહાઅમાત્ય વસ્તુપાલના નિવાસસ્થાને પ્રતિદિન પાંચસો સાધુઓને સુપાત્રદાન અને પંદરસો સન્યાસીઓને ઉચિત દાન અપાયું છે. વસ્તુપાલના ભાઈ તેજપાલનાં ધર્મ પત્ની અનુપમાદેવી એક ઉત્તમ આત્મા હતો, તે જાતે સુ પારદાન અાપતાં , (૩) શત્રુ જયતીર્થના સંઘમાં સંઘપતિ વસ્તુ પ લ ા મેં માગી ઓ ના સાધર્મિકોના પગ ધોવે છે. જે ધર્મને સમજે તે સાધર્મિકનું મૂલ્ય સમજે, સાધર્મિકની સેવાથી તેનામાં રહેલા ધર્મની સેવા થાય છે અને શાસન પ્રભાવનાનું મહાન કાર્ય થાય છે એમ સમજતા વસ્તુપાલ મહાઅમાત્ય છતાં ભકિતથી સાધર્મિકના પગ ધોતા સંકોચાતા નથી. (૪) તીર્થયાત્રાનો મહિમા સમજી વસ્તુપાલ શત્રુંજય ગિરિરાજના મોટા તેર સંઘો કાઢયા. (૫) મુખ્ય મુખ્ય શહેરોમાં જ્ઞાનભંડારો કરવા આગમશાસ્ત્રો લખાવે છે. (૬-૭) આબુતીર્થ પર કરોડોના ખર્ચે અદ્ભુત કારિગિરી પૂર્ણ ભવ્ય જિનાલય બંધાવ્યું. તેની તુલનામાં આવે એવું કોઈ મંદિર આજની દુનિયામાં નથી. આજે પણ તેની યાત્રા કરનાર તે મંદિરની ભવ્યતા જોઈ મુકત કંઠે પ્રશંસા કરે છે. ક્રોડો રૂપિયાનો વિવિધ પુણ્યકાર્યોમાં ખર્ચ કર્યો, ધન્ય એ દાનવીરને અને શાસનપ્રભાવક જીવનને !
આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજ